Who Is Kunal Kamra: હાલમાં, કોમેડિયન કુણાલ કામરા મુંબઈમાં તેના સ્ટેન્ડ-અપ શો દરમિયાન કરેલા ટિપ્પણીઓને કારણે વિવાદમાં સપડાઈ ગયો છે. કામરાએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર કટાક્ષ કરતાં તેમને 'ગદ્દાર' ગણાવ્યા હતા. આ મામલે શિવસેના (શિંદે જૂથ)ના કાર્યકરો દ્વારા આકરી પ્રતિક્રિયા આપવામાં આવી હતી. કાર્યકરોએ કુણાલના સ્ટુડિયોમાં તોડફોડ કરીને વિરોધ નોંધાવ્યો હતો. કુણાલ સામે FIR પણ નોંધાઈ છે.
કુણાલ કામરાએ તેના સ્ટેન્ડ-અપ શો દરમિયાન, ફિલ્મ 'દિલ તો પાગલ હૈ'ના એક સોંગની પેરોડી કરી, જેમાં શિંદેને 'ગદ્દાર' ગણાવ્યા હતા. કોમેડીમાં મજાક કરતા કુણાલે કહ્યું, 'મેરી નજર સે તુમ દેખો તો ગદ્દાર નજર વો (એકનાથ શિંદે) આયે….હાય…હાય.'. આ મામલે લોકો પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે. ત્યારે, કુણાલ કામરા કોણ છે? અને તેની કુલ નેટવર્થ કેટલી છે? – આ વિશે જાણવા માટે પણ લોકોમાં ઉત્સુકતા વધી રહી છે. જાણો તેના વિશે.
કુણાલ કામરા કોણ છે?
- કુણાલ કામરાનો જન્મ 3 ઓક્ટોબર 1988 ના રોજ થયો હતો. વ્યવસાયે, તે એક ભારતીય સ્ટેન્ડ-અપ કોમેડિયન છે, જે દૈનિક જીવનની રમૂજી અને તીક્ષ્ણ બાબતો પર કોમેડી કરે છે.
- તેના પરફોર્મન્સમાં રાજકારણ, કેબ ડ્રાઇવર, બેચલર લાઈફ, અને ટીવી જાહેરાતો પરના જોક્સ ખૂબ લોકપ્રિય છે.
- કુણાલે વાણિજ્યમાં ડિગ્રી માટે જય હિંદ કોલેજમાં પ્રવેશ લીધો હતો, પરંતુ તેને બીજા વર્ષમાં જ અભ્યાસ અધૂરો છોડી દીધો હતો.
- પછી, તેણે પ્રસૂન પાંડેના એડ ફિલ્મ પ્રોડક્શન હાઉસ 'કોર્કોઇસ ફિલ્મ્સ'માં પ્રોડક્શન આસિસ્ટન્ટ તરીકે કામ શરૂ કર્યું. અહીંયા, 11 વર્ષ સુધી કામ કર્યા પછી, તે સ્ટેન્ડ-અપ કોમેડી તરફ વળ્યો હતો.
- કુણાલ કામરાએ 2013માં મુંબઈના કેનવાસ લાફ ક્લબમાં એક શો સાથે સ્ટેન્ડ-અપ કોમેડિયન તરીકે શરૂઆત કરી હતી.
- કુણાલ કામરાએ જુલાઈ 2017 માં રમિત વર્મા સાથે 'શટ અપ યા કુણાલ' નામનો ટોક-શો શરૂ કર્યો હતો.
કુણાલ કામરા નેટવર્થ
કુણાલ કામરાની કુલ સંપત્તિ અંદાજે 2 મિલિયન ડોલર (લગભગ 17 કરોડ રૂપિયા) છે. તેની આ સંપત્તિ સ્ટેન્ડ-અપ કોમેડી ટૂર્સ, સોશિયલ મીડિયા, અને તેના પ્રખ્યાત પોડકાસ્ટ 'શટ અપ યા કુણાલ' દ્વારા થાય છે.
