Mahakumbh Monalisa: હાથમાં સ્લેટ લઈને કક્કો શીખી રહી છે મોનાલિસા, ડાયરેક્ટર સનોજ મિશ્રા ભણાવતા હોવાનો વીડિયો વાયરલ

સનોજ મિશ્રાએ તેમના ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કર્યો છે. આ વીડિયો તે મોનાલિસાને સ્લેટ પર કક્કો શીખવી રહ્યા છે. મોનાલિસા હાથમાં ચોક લઈને લખવાનો અને બોલવાનો પ્રયાસ કરી રહી છે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Wed, 12 Feb 2025 03:54 PM (IST)Updated: Wed, 12 Feb 2025 03:55 PM (IST)
viral-maha-kumbh-girl-monalisa-starts-training-with-film-director-sanoj-mishra

Mahakumbh Monalisa News: મહાકુંભ 2025 માં એક નામની ખૂબ ચર્ચા થઈ હતી. આ નામ કોઈ બાબા કે મહારાજનું નહીં પણ એક માળા વેચનાર છોકરી મોનાલિસાનું હતું. હાલ મોનાલિસા મુંબઈ આવી ગઈ છે. જ્યાં તેની ટ્રેનિંગ ચાલી રહી છે. સનોજ મિશ્રા તેને સ્લેટ લઈને ક,ખ, ગ શીખવી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થયો છે.

કક્કો શીખી રહી છે મોનાલિસા

મોનાલિસા બિલકુલ ભણેલી નથી. આવી સ્થિતિમાં જો કોઈએ કાર્યક્ષેત્રમાં આગળ વધવું હોય, તો ઓછામાં ઓછું વ્યક્તિ પાસે પુસ્તકોનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ જેથી વ્યક્તિ પોતાનું કાર્ય યોગ્ય રીતે કરી શકે. આ વાતને ધ્યાનમાં રાખીને સનોજ મિશ્રા આ જવાબદારી લઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. સનોજ મિશ્રાએ તેમના ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કર્યો છે. આ વીડિયો તે મોનાલિસાને સ્લેટ પર કક્કો શીખવી રહ્યા છે. મોનાલિસા હાથમાં ચોક લઈને લખવાનો અને બોલવાનો પ્રયાસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે સનોજ મિશ્રાએ પોતાની ફિલ્મ 'ધ ડાયરી ઓફ મણિપુર' માટે મોનાલિસાને સાઇન કરી છે. હવે આ ફિલ્મ પર કામ શરૂ કરતા પહેલા સનોજ મિશ્રાએ તેમને યોગ્ય ટ્રેનિંગ આપવાની વાત કરી હતી. ધ મણિપુર ડાયરીઝમાં મોનાલિસા આર્મી ઓફિસરની દીકરીના રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં ચાલી રહ્યું છે. ફિલ્મ માટે મોનાલિસા મુંબઈ અને કોલકાતામાં ત્રણ મહિનાની ટ્રેનિંગ લેશે. ફિલ્મમાં મુખ્ય કલાકારોમાં દીપક તિજોરી, મુકેશ કિવારી, અમિત રાવ, અનુપમ ખેર સામેલ છે.