વિક્રમ ઠાકોર અને કરણ જોશીની નવી ગુજરાતી ફિલ્મ 'ભુતનો પીપળો'ની વિધિવત જાહેરાત: હોરર-રહસ્યનો રોમાંચ જોવા મળશે

ફિલ્મ 'ભુતનો પીપળો'ની સ્ટારકાસ્ટ ખૂબ જ મજબૂત છે. વિક્રમ ઠાકોર અને કરણ જોશી સિવાય આ ફિલ્મમાં બ્રિન્દા ત્રિવેદી, એકતા ડાંગર, મયંક ગઢવી અને નિલેશ પરમાર પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sat, 12 Sep 2026 03:26 PM (IST)Updated: Sat, 12 Sep 2026 03:31 PM (IST)
vikram-thakor-karan-joshi-new-gujarati-movie-bhootno-peeplo-announcement-vishal-vadavala
ભૂતનો પીપળો ગુજરાતી મૂવી

Bhootno Peeplo Gujarati Movie: ગુજરાતી સિનેમાપ્રેમીઓ માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. ઢોલીવુડના લોકપ્રિય સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને કરણ જોશી એક નવી જ ગુજરાતી ફિલ્મ 'ભુતનો પીપળો'માં સાથે જોવા મળશે. ફિલ્મનું ક્લેપબોર્ડ મુહૂર્ત કરીને પ્રોજેક્ટની અધિકૃત જાહેરાત કરવામાં આવી છે, જેનાથી ચાહકો અને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

દિગ્દર્શક વિશાલ વડાવાળાનું કમબેક

આ ફિલ્મનું નિર્દેશન જાણીતા દિગ્દર્શક વિશાલ વડાવાળા કરી રહ્યા છે. વિશાલ વડાવાળા ફરી એકવાર એક અનોખી વાર્તા અને અલગ કોન્સેપ્ટ સાથે ગુજરાતી સિનેમામાં શાનદાર કમબેક કરી રહ્યા છે. તેમની વાર્તા કહેવાની શૈલી અને નિર્દેશન શક્તિને કારણે આ પ્રોજેક્ટ પાસેથી મોટી અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે.

દમદાર સ્ટારકાસ્ટ જોવા મળશે

ફિલ્મ 'ભૂતનો પીપળો'ની સ્ટારકાસ્ટ ખૂબ જ મજબૂત છે. વિક્રમ ઠાકોર અને કરણ જોશી સિવાય આ ફિલ્મમાં બ્રિન્દા ત્રિવેદી, એકતા ડાંગર, મયંક ગઢવી અને નિલેશ પરમાર પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ તમામ કલાકારોની હાજરી ફિલ્મને એક નવું પરિમાણ આપશે. ફિલ્મની વાર્તા હોરર અને રહસ્યથી ભરપૂર હશે, જે દર્શકોને સિનેમાઘરોમાં રોમાંચનો અનુભવ કરાવશે.

ચાહકોમાં ભારે ઉત્સુકતા

વિક્રમ ઠાકોરના એક્શન અને માસ અપીલ સાથે કરણ જોશી અને અન્ય કલાકારોનું ટ્યુનિંગ પડદા પર અનોખું આકર્ષણ ઊભું કરશે. ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થઈ રહ્યું છે અને આગામી દિવસોમાં તેની રિલીઝ ડેટ અંગે જાહેરાત કરવામાં આવશે. ઢોલીવુડના આ નવતર પ્રયોગને લઈને સોશિયલ મીડિયા પર પણ અત્યારથી જ ચર્ચા શરૂ થઈ ગઈ છે.