છાતી પર પટ્ટી, હાથ પર ઈજા...ફાયરિંગની ઘટના બાદ પહેલીવાર દેખાયો ટાઈગર; નાયબ મુખ્યમંત્રી શિંદેએ કરી મુલાકાત

DyCM શિંદેએ જણાવ્યું કે, પાંચ રાઉન્ડ ફાયરિંગ થયું હતું, પરંતુ ટાઇગર શ્રોફ સુરક્ષિત છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 19 Oct 2026 08:40 AM (IST)Updated: Mon, 19 Oct 2026 08:44 AM (IST)
tiger-shroff-health-update-eknath-shinde-visits-after-mumbai-firing-incident

Tiger Shroff Health Update: મુંબઈના જુહુ વિસ્તારમાં ટાઈગર શ્રોફ પર થયેલી ફાયરિંગની ઘટના બાદ રવિવારે રાત્રે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ટાઈગર શ્રોફ સાથે તેના ઘરે મુલાકાત કરી હતી. તેમણે ટાઈગર અને તેના પરિવારને રાજ્ય સરકાર તરફથી સંપૂર્ણ સમર્થન અને સુરક્ષાની ખાતરી આપી હતી.

એકનાથ શિંદે સાથે મુલાકાતની તસવીરોમાં ટાઇગર શ્રોફના હાથ પર પટ્ટી બાંધેલી જોવા મળી હતી, અને તેના ખભા તથા છાતી પર પણ મલમ-પટ્ટી લાગેલી હતી. મુલાકાત બાદ પત્રકારો સાથે વાતચીત કરતા DyCM શિંદેએ જણાવ્યું હતું કે, ઘટના દરમિયાન પાંચ રાઉન્ડ ફાયરિંગ થયું હતું, પરંતુ અભિનેતા ટાઇગર શ્રોફ સુરક્ષિત છે.

ટાઇગર શ્રોફને કેટલી ઈજા પહોંચી?

નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ વધુમાં જણાવ્યું કે, બારૂદ કે કાચના ટુકડા વાગવાના કારણે ટાઇગર શ્રોફના ડાબા હાથમાં ઈજાઓ પહોંચી છે, જ્યારે આ ઘટનામાં તેનો ડ્રાઇવર પણ ઘાયલ થયો છે. પાંચ રાઉન્ડ ફાયરિંગ થયું, પરંતુ સારી વાત એ છે કે તેઓ સુરક્ષિત છે. તેના ડ્રાઇવરને ઈજાઓ પહોંચી છે.

તેમણે જણાવ્યું હતું કે, "આ એક ગંભીર ઘટના છે અને નિંદનીય છે. મેં ટાઈગર શ્રોફ સાથે મુલાકાત કરી હતી. દારૂગોળા અને કાચના ટુકડાને કારણે તેના ડાબા હાથમાં ઈજાઓ થઈ છે. તે અને તેની માતા બંને ખૂબ ડરેલાં છે. મેં તેમને ભરોસો આપ્યો છે કે રાજ્ય સરકાર તેમની સાથે ઊભી છે. કોઈ પણ પ્રકારની ધમકી ચલાવી લેવાશે નહીં."

DyCM એકનાથ શિંદેએ કરી મુલાકાત

રવિવારે સાંજે જ્યારે ટાઇગર શ્રોફ એક ફૂટબોલ ક્લબમાંથી બહાર નીકળી રહ્યો હતો, ત્યારે તેમના પર હુમલાખોરોએ ફાયરિંગ કરી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ તેની તબિયત અને હાલચાલ જાણવા માટે DyCM એકનાથ શિંદે તેને મળવા પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેની માતા આયશા શ્રોફ પણ હાજર હતી. પાછળથી અભિનેત્રી દિશા પટની પણ તેના ઘરે પહોંચી હતી.

ધમકી અંગે કડક કાર્યવાહીની ખાતરી

આ ઘટનાની સખત શબ્દોમાં નિંદા કરતા DyCM એકનાથ શિંદેએ જણાવ્યું કે, રાજ્ય સરકાર જાહેર હસ્તીઓને ડરાવવાની કે ધમકાવવાની કોશિશ બિલકુલ બરદાસ્ત નહીં કરે. વહીવટી તંત્ર આ ખતરાને પહોંચી વળવા જરૂરી તમામ પગલાં ભરશે. 1990ના દાયકામાં મુંબઈમાં થયેલા ગેંગવોરના સમયે પણ પોલીસે આવી પ્રવૃત્તિઓ પર કાબૂ મેળવી લીધો હતો અને હવે તેઓ ફરીથી આવી ઘટના બનવા નહીં દે.