The Great Indian Kapil Show: કોમેડિયન કપિલ શર્માનો શો આ મહિનાથી નેટફ્લિક્સ પર પ્રીમિયર થવાનો છે. ત્યારે હવે આ શોના એક એપિસોડને લઈને મોટી જાણકારી સામે આવી છે. આ એક એપિસોડ માટે ક્રિકટ સ્ટાર્સે શૂટિંગ પૂર્ણ કરી છે. જેની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. આ સાથે જ આ તસવીરોમાં નવજોત સિંહ સિદ્ધુ પણ જોવા મળી રહ્યા છે. ત્યારે હવે ચર્ચા ચાલી રહી છે કે, શું નવજોત સિંહ સિદ્ધુની કપિલ શર્મા શોમાં વાપસી થઈ રહી છે? જાણો.
કપિલ શર્માના નવા સિઝનના એક એપિસોડમાં ક્રિકેટર ગૌતમ ગંભીર, ઋષભ પંત, યુઝવેન્દ્ર ચહલ, અભિષેક શર્મા અને નવજોત સિંહ સિદ્ધુ જોવા મળશે. અર્ચના પૂરન સિંહને રિપ્લેસ કરવામાં આવી નથી. હાલમાં અર્ચના તેના પરિવાર સાથે સ્વિટ્ઝર્લૅન્ડમાં રજા માણી રહી છે. આવામાં, એક એપિસોડમાં નવજોત સિંહ સિદ્ધુ નજર આવશે. સોશિયલ મીડિયા પર એક તસવીર ઘણી વાયરલ થઈ રહી છે, જેમાં ગૌતમ ગંભીર, ઋષભ પંત, યુઝવેન્દ્ર ચહલ, અભિષેક શર્મા અને નવજોત સિંહ સિદ્ધુ જોવા મળી રહ્યા છે.
Rishabh Pant and Head Coach Gautam Gambhir on The Kapil Sharma Show ❤️
— Harsh 17 (@harsh03443) June 5, 2025
Joined by Yuzi Chahal, Abhishek Sharma, and Navjot Singh Sidhu! ? pic.twitter.com/WdrdND1VC9
જણાવી દઈએ કે, કપિલ શર્માનો શો 21 જૂનથી નેટફ્લિક્સ પર વાપસી કરવા માટે તૈયાર છે. આ પહેલા પણ આ શોમાં ક્રિકેટર્સ આવી ચૂક્યા છે. છેલ્લી સિઝનમાં રોહિત શર્મા તેના સાથી ખેલાડીઓ સાથે આ શોના સેટ પર પહોંચ્યો હતો.
