Tanishk Bagchi Saiyaara: 'સૈયારા'નું ટાઇટલ ટ્રેક ફક્ત દર્શકોને જ નહીં, વૈશ્વિક ચાર્ટમાં ટોચના ગીતોમાં ટ્રેન્ડ કરી રહ્યું છે. ગીત હાલમાં સ્પોટીફાઈના ટોચના વૈશ્વિક ચાર્ટમાં ચોથા ક્રમે છે અને તાજેતરમાં વાયરલ ટોપ 50 યાદીમાં પણ ટોચ પર છે. વધતી જતી લોકપ્રિયતા વચ્ચે 'સૈયારા'ના ટાઇટલ ટ્રેક પર કોપીરાઈટનો આરોપ લાગ્યો છે. ગીતના કેટલાક ભાગો વન ડાયરેક્શનના 'નાઇટ ચેન્જીસ' અને જુબિન નૌટિયાલના 'હમનવા મેરે' જેવા લાગે છે. જો કે સંગીતકાર તનિષ્કે આ દાવાઓને ફગાવી દીધા છે.
તનિષ્કે સૈયારા ગીત કોપી કરવાના આરોપો પર શું કહ્યું
તનિષ્કે કહ્યું કે હું જે કંઈ પણ કરું છું, લોકો પાસે કહેવા માટે કંઈક તો હશે જ કારણ કે તેમની પાસે કરવા માટે કંઈ સારું નથી. તેઓ મને નીચો બતાવવાની તકો શોધતા રહે છે. પરંતુ આખરે, ગીત જ્યાં જવું હોય ત્યાં જશે અને સૈય્યારા સાથે પણ આવું જ થઈ રહ્યું છે. જો તમે સૂર જુઓ, તો કોર્ડસ એકસરખા છે. A માઇનોર સ્કેલમાં ફક્ત 3-4 કોર્ડસ છે, પરંતુ દરેક સૂરમાં એક અલગ આત્મા હોય છે. તેનો અર્થ એ નથી કે કંઈક ચોરાઈ ગયું છે. જો તમે કોપી કરો છો તો પણ તેને હિટ બનાવવું એટલું સરળ નથી.
તેમણે વધુમાં ઉમેર્યું કે અમે કંઈ ચોરી નથી કરી, કેટલીક સમાનતાઓ હોઈ શકે છે પરંતુ અમે તે જાણી જોઈને કર્યું નથી. અમે ગમે ત્યાંથી ઉઠાવીને નથી મુક્યું. અમે ગીતની ભાવના પર કામ કર્યું અને તે કામ કરી ગયું. આ 'સૈયારા' ટ્રેકનો જાદુ છે.
ગીતની લોકપ્રિયતા વિશે સંગીતકારે શું કહ્યું?
આ ગીતની લોકપ્રિયતા વિશે વાત કરતાં સંગીતકારે કહ્યું કે તે હંમેશા તેનું સ્વપ્ન જોતો હતો, પરંતુ તેને ખબર નહોતી કે તે તેની અપેક્ષાઓ કરતાં વધુ હશે. તેણે કહ્યું- સૌથી સારી વાત એ છે કે તે એક મૂળ હિન્દી ગીત છે. તેમાં કોઈ વિદેશી કલાકારનો સહયોગ નથી, તેની સાથે સંકળાયેલા બધા કલાકારો દેશી છે, તેથી આ મારા માટે એક મોટી સિદ્ધિ છે. મને ખ્યાલ હતો કે તે વાયરલ થઈ શકે છે, પરંતુ મેં ક્યારેય વિચાર્યું ન હતું કે તે વૈશ્વિક ચાર્ટમાં ટોચ પર પહોંચશે. મને લાગે છે કે આ સંપૂર્ણપણે આ ગીત પર કરવામાં આવેલી મહેનત અને સારા ઇરાદાનું પરિણામ છે.
