The Vvaan Movieના ‘સમજો’ના ગીત રિલીઝ, સિદ્ધાર્થ-તમન્નાની રોમેન્ટિક કેમેસ્ટ્રીએ જીત્યા દિલ

સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયાની આગામી ફિલ્મ ‘ધ વન’નું પહેલું ગીત ‘સમજો ના’ રિલીઝ થઈ ગયું છે. જુબિન નૌટિયાલના અવાજ અને તનિષ્ક બાગચીના મ્યુઝિક સાથે બંનેની ફ્રેશ જોડી ધમાલ મચાવી રહી છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Fri, 04 Sep 2026 11:35 PM (IST)Updated: Sat, 05 Sep 2026 01:08 AM (IST)
the-vvaan-sidharth-tamannaahs-samjho-na-song-released

The Vvaan Movie Song: જંગલનું ગૂઢ રહસ્ય, હવામાં વણાયેલી લોકકથાઓ અને તેની વચ્ચે ખીલેલો પ્રેમ—બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘ધ વન’ (The Vvaan)ના નવા ગીત ‘સમજો ના’ એ રિલીઝ થતાં જ ચાહકોના દિલ જીતી લીધા છે. આ ગીત દ્વારા બોલિવૂડમાં પહેલીવાર સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયાની જોડી ઓન-સ્ક્રીન સાથે જોવા મળી રહી છે. સ્ક્રીન પર બંનેની ફ્રેશ અને રોમેન્ટિક કેમેસ્ટ્રી જોઈને ચાહકો તેમને અત્યારથી જ ‘બ્લોકબસ્ટર જોડી’ ગણાવી રહ્યા છે.

રહસ્ય અને રોમાંચ વચ્ચે પ્રેમનો નવો રંગ

અગાઉ રિલીઝ થયેલા ટીઝરમાં ફિલ્મની રહસ્યમય અને અલૌકિક ફેન્ટસી દુનિયાની ઝલક જોવા મળી હતી. જોકે, ‘સમજો ના’ ગીત ફિલ્મનો એકદમ અલગ અને ગરમ જોશીથી ભરેલો રોમેન્ટિક અંદાજ સામે લાવે છે. લોકકથાઓની પૃષ્ઠભૂમિ વચ્ચે સિદ્ધાર્થ અને તમન્નાના પાત્રો વચ્ચેની નાજુક અને સુંદર લાગણીઓને આ ગીતમાં નજીકથી વણી લેવામાં આવી છે.

મ્યુઝિક અને ગાયકી

ઝી મ્યુઝિકના લેબલ હેઠળ રિલીઝ થયેલા આ ગીતને મનોજ મુન્તશિરે લખ્યું છે અને તનિષ્ક બાગચીએ કમ્પોઝ કર્યું છે. જુબિન નૌટિયાલ અને સુવર્ણા તિવારીના મધુર અવાજે ગીતમાં એક અલગ જ જીવ પૂરી દીધો છે.

ગીતમાં એક સુંદર નિર્દોષતા છે — જુબિન નૌટિયાલ

આ ગીત અંગે પોતાના અનુભવો શેર કરતા પ્લેબેક સિંગર જુબિન નૌટિયાલે જણાવ્યું હતું કે- સમજો ના...માં એક સુંદર નિર્દોષતા અને ઊંડી લાગણી છે, જેનાથી હું તરત જ આકર્ષાયો હતો. તનિષ્કની ધૂન અને મનોજ મુન્તશિરના શબ્દો પ્રેમની નાજુક ક્ષણોને ખૂબ જ સુંદર રીતે રજૂ કરે છે. સિદ્ધાર્થ અને તમન્નાની કેમેસ્ટ્રી ગીતમાં એક ખાસ તાજગી લાવે છે અને મને આશા છે કે આ ગીત લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવશે.

મોટા કેન્વાસ પર રજૂ થશે ભારતીય લોકકથા

‘ધ વન’ ફિલ્મ માત્ર એક લવ સ્ટોરી નથી, પરંતુ ભારતીય લોકકથાઓ (Indian Folklore) ને એક વિશાળ સિનેમેટિક અંદાજમાં મોટા પડદા પર રજૂ કરવાનો મોટો પ્રયાસ છે. TVFના અરુણાભ કુમાર, દિગ્દર્શક દીપક મિશ્રા અને એકતા કપૂર જેવા જાણીતા નામો આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા છે. ફિલ્મમાં રોમાંચ, રહસ્ય, હાસ્ય અને લોકકથાનો ઉત્તમ મેળ જોવા મળશે, જે તેને એક શ્રેષ્ઠ 'ફેમિલી એન્ટરટેનર' બનાવે છે.

બાલાજી મોશન પિક્ચર્સ અને TVF દ્વારા પ્રસ્તુત આ ફિલ્મ 25 સપ્ટેમ્બર 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે સજ્જ છે.