Sunita Ahuja on Govinda Affair: બોલિવૂડ સુપરસ્ટાર ગોવિંદા અને તેમની પત્ની સુનીતા આહુજા વચ્ચેનો સંબંધ ફરી એકવાર હેડલાઈન્સમાં આવ્યો છે. તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં સુનીતાએ ગોવિંદાના અફેરને લઈને એવો ચોંકાવનારો ખુલાસો કર્યો છે જેનાથી ફેન્સ પણ સ્તબ્ધ થઈ ગયા છે. આ અગાઉ વર્ષની શરૂઆતમાં બંનેના છૂટાછેડાની અફવાઓ પણ ઉડી હતી, જેને સુનીતાએ નકારી કાઢી હતી.
તેને પ્રેમ નહીં, માત્ર પૈસા જોઈએ છે - સુનીતા
સુનીતા આહુજાએ એક ખાસ વાતચીતમાં સ્વીકાર્યું કે તે વર્ષ 2025ને પોતાના માટે ખૂબ જ ખરાબ વર્ષ માને છે. તેણે જણાવ્યું કે તે સાંભળી રહી છે કે ગોવિંદાનું કોઈ છોકરી સાથે અફેર ચાલી રહ્યું છે. સુનીતાએ સ્પષ્ટપણે કહ્યું કે મને ખબર છે કે તે છોકરી કોઈ એક્ટ્રેસ નથી, કારણ કે એક્ટ્રેસ આવા ખરાબ કામ નથી કરતી. તેણે વધુમાં ગંભીર આરોપ લગાવતા કહ્યું કે તે છોકરી ગોવિંદાને પ્રેમ નથી કરતી, તેને માત્ર ગોવિંદાના પૈસા જોઈએ છે.
આ પણ વાંચો
ગોવિંદા તમામ વિવાદોનો અંત લાવશે - સુનીતા
સુનીતાએ આશા વ્યક્ત કરી છે કે વર્ષ 2026માં તેમની જિંદગી બદલાશે અને ગોવિંદા આ તમામ વિવાદોનો અંત લાવી પોતાના કામ પર ધ્યાન આપશે. તેણે ગોવિંદાને તેના ચમચાઓ છોડવાની પણ સલાહ આપી છે. સુનીતાએ ભારપૂર્વક જણાવ્યું કે ગોવિંદાને જલ્દી અહેસાસ થશે કે તેના જીવનમાં માત્ર ત્રણ જ મહત્વની મહિલાઓ છે - પત્ની, માતા અને દીકરી. કોઈ પણ પુરુષને જીવનમાં ચોથી મહિલા રાખવાનો અધિકાર નથી.
ગોવિંદા અને સુનીતા આહુજાના લગ્ન વર્ષ 1987માં થયા હતા અને તેઓ એક પુત્ર તથા એક પુત્રીના માતા-પિતા છે. આ વર્ષ દરમિયાન તેમના સંબંધોમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે. અગાઉ જ્યારે છૂટાછેડાની વાતો વહેતી થઈ હતી ત્યારે સુનીતાએ મીડિયા સામે આવીને કહ્યું હતું કે આ વાતો માત્ર અફવા છે અને કોઈ પણ તેને ગોવિંદાથી અલગ કરી શકે તેમ નથી.
