Thalapathy Vijay News: સાઉથ સિનેમાના મેગાસ્ટાર થલાપતિ વિજયની છેલ્લી ફિલ્મ 'જના નાયકન' રિલીઝ માટે તૈયાર છે. મલેશિયામાં આ ફિલ્મના ઓડિયો લોન્ચ દરમિયાન વિજય પોતાની લાગણી પર કાબૂ રાખી શક્યા નહીં અને ઘણા ભાવુક જોવા મળ્યા હતા. આ ભવ્ય કાર્યક્રમમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં સ્વીકાર્યું કે સિનેમાની દુનિયાને અલવિદા કહેવું તેમના માટે દર્દનાક છે.

ફેન્સને પૂછ્યું- 'હવે હું શું કરું?'
ઈવેન્ટમાં ઉમટેલી વિશાળ ભીડને સંબોધતા વિજયે ખૂબ જ ઈમોશનલ સ્પીચ આપી હતી. તેમણે પોતાના ફેન્સ સાથે દિલની વાત શેર કરતા પૂછ્યું કે મને ખબર નથી કે મારે આ કહેવું જોઈએ કે નહીં, પરંતુ આ મારી છેલ્લી ફિલ્મ છે તો થોડું દર્દ તો થાય જ ને? હવે તમે જ કહો હું શું કરું?. આ ફિલ્મ રિલીઝ થયા પછી વિજય સંપૂર્ણપણે પોતાની રાજકીય કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ સાથે થલાપતિએ ડાન્સ પણ કર્યો હતો.
IT'S OFFICIALLY OVER. THE END OF AN ERA.
— VJ WARRIORS (@Vijay_fans_army) December 27, 2025
1992–2026, you’ll forever be
My hero,My inspiration and My role model @actorvijay 😭📌#Thalapathy #ThalapathyKacheri #JanaNayaganAudioLanuch pic.twitter.com/I874gnMzaQ
આ ઈવેન્ટ દરમિયાન મેકર્સે ફિલ્મનું ત્રીજું ગીત ‘ચેલ્લા મગલે’ રિલીઝ કર્યું હતું, જેનું સંગીત અનિરુદ્ધ રવિચંદરે આપ્યું છે. ખાસ વાત એ છે કે વિજયે પોતે આ ગીતને પોતાનો અવાજ આપ્યો છે, જ્યારે તેના બોલ વિવેકે લખ્યા છે. આ ગીતના વીડિયોમાં પિતા અને પુત્રીના સુંદર સંબંધોને દર્શાવવામાં આવ્યા છે. વિજયે અનિરુદ્ધને પ્રેમથી 'મ્યુઝિકલ ડિપાર્ટમેન્ટલ સ્ટોર' (MDS) કહીને બોલાવ્યા હતા.

ફિલ્મ થલાપતિ વિજયની આ છેલ્લી ફિલ્મ 9 જાન્યુઆરી 2026 ના રોજ વિશ્વભરમાં મોટા પાયે રિલીઝ થશે. ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કારણ કે આ પડદા પર વિજયની છેલ્લી ઝલક હશે. આ કાર્યક્રમમાં લોકેશ કનગરાજ, નેલ્સન દિલીપ કુમાર, એટલી અને નાસર જેવા અનેક મોટા ડાયરેક્ટર્સ અને એક્ટર્સે હાજરી આપી હતી. આ ફિલ્મમાં પૂજા હેગડે, બોબી દેઓલ, મમિતા બૈજુ, પ્રકાશ રાજ અને પ્રિયામણિ જેવા કલાકારો સામેલ છે.
Jana Nayagan Audio Launch Thalapathy Vijay Speech 🔥🔥 #ThalapathyVijay #Thalapathy #ThalapathyKacheri #JanaNayaganAudioLanuch #Vijay pic.twitter.com/yMRzjRoOQr
— karthik 💗 (@karthikonly93) December 28, 2025

