Sitaare Zameen Collection: આમીર ખાને તેની જ બે ફિલ્મોના રેકોર્ડ તોડ્યા, જાણો સિતારે જમીન ફિલ્મે ચોથા દિવસે કેટલી કમાણી કરી

સિતારે જમીન પર ફિલ્મનું ચોથા દિવસનું કલેક્શન પણ સામે આવ્યું છે. પહેલા સોમવારે 8.50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. તેની સાથે જ ફિલ્મનું કુલ કલેક્શન 66.65 કરોડ રૂપિયા થઈ ગયું છે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Tue, 24 Jun 2025 10:02 AM (IST)Updated: Tue, 24 Jun 2025 10:02 AM (IST)
sitaare-zameen-par-box-office-collection-day-4-india-worldwide-aamir-khan-genelia-d-souza
HIGHLIGHTS
  • સિતારે જમીન પર ફિલ્મની ચોથા દિવસની કમાણી
  • પહેલા સોમવારે 8.50 કરોડ રૂપિયાનું કલેક્શન
  • ફિલ્મનું કુલ કલેક્શન 66.65 કરોડ રૂપિયાને પાર

Sitaare Zameen Par Box Office Collection Day 4: આમિર ખાનની ફિલ્મ 'સિતારે જમીન પર' બોક્સ ઓફિસ પર રિલીઝ થયાને 4 દિવસ થઈ ગયા છે. આ ફિલ્મ દ્વારા આમિર ખાને ત્રણ વર્ષ પછી મોટા પડદા પર વાપસી કરી છે. ફિલ્મે રિલીઝ થતાં જ બોક્સ ઓફિસ પર કબજો જમાવી લીધો છે. ફિલ્મે માત્ર શાનદાર ઓપનિંગ જ નહીં પરંતુ સતત કરોડોમાં કમાણી પણ કરી રહી છે.

સિતારે જમીન પર ફિલ્મનું ચોથા દિવસનું કલેક્શન

સિતારે જમીન પર ફિલ્મનું ચોથા દિવસનું કલેક્શન પણ સામે આવ્યું છે. સેકનિલ્કના ડેટા અનુસાર ફિલ્મ સિતારે જમીન પર ફિલ્મે 23 જૂને એટલેકે રિલીઝના ચોથા દિવસે અને પહેલા સોમવારે 8.50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. તેની સાથે જ ફિલ્મનું કુલ કલેક્શન 66.65 કરોડ રૂપિયા થઈ ગયું છે. આ સાથે 'સિતાર જમીન પર' આમિર ખાનના કરિયરની સાતમી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.

આમીર ખાને પોતાની જ બે ફિલ્મોના રેકોર્ડ તોડ્યા

આમિર ખાને સિતારે જમીન પર ફિલ્મ રિલીઝના ચોથા દિવસે પોતાની જ બે ફિલ્મોનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આમીરની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' એ 61.36 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. સિતારે જમીન પર તેના લાઇફટાઇમ કલેક્શનને પાછળ છોડી દીધું છે. ઉપરાંત સિતારે જમીન પર જેની સિક્વલ છે એ 'તારે જમીન પર'ના 61.83 કરોડ રૂપિયાના લાઇફટાઇમ કલેક્શનને પણ પાછળ છોડી દીધું છે