બોક્સ ઓફિસ પર બરકરાર છે 'Bhool Bhulaiyaa 3' નો જાદુ, 13મા દિવસે પણ 'Singham Again' કમાણીમાં પાછળ રહી

ભૂલભુલૈયા 3 અને સિંઘમ અગેઈન 1 નવેમ્બરે એકસાથે રિલીઝ થઈ હતી. પ્રથમ દિવસે બમ્પર ઓપનિંગ કરનાર 11મા દિવસથી આ રેસમાં સતત પાછળ ચાલી રહી છે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Thu, 14 Nov 2024 09:53 AM (IST)Updated: Thu, 14 Nov 2024 09:53 AM (IST)
singham-again-vs-bhool-bhulaiyaa-3-box-office-collection-day-13

Bhool Bhulaiyaa 3 VS Singham Again Box Office: રોહિત શેટ્ટીની મલ્ટી સ્ટારર ફિલ્મ સિંઘમ અગેઈન અને કાર્તિક આર્યનની ભૂલભુલૈયા 3 ફિલ્મ 1 નવેમ્બરે એકસાથે રિલીઝ થઈ હતી. દિવાળી પર બંને ફિલ્મોને ચાહકોનો ખૂબ પ્રેમ મળ્યો. જો કે 11મા દિવસે આ રેસમાં સિંઘમ અગેઈન પાછળ રહી ગઈ હતી. અને સતત 13મા દિવસે ભૂલભુલૈયા 3ની કમાણી વધુ રહી હતી. જોઈએ બુધવારનું કલેક્શન

13મા દિવસની કમાણી

1 નવેમ્બર રિલીઝ થયેલી ભૂલભુલૈયા 3 ની સૌથી મોટી ટક્કર સિંઘમ અગેઈન સાથે હતી. ઓપનિંગ ડે પર જ સિંઘમ અગેઈન એ 43.5 કરોડની કમાણી કરી હતી. 13મા દિવસની કમાણીની વાત કરીએ અજય દેવગણની આ ફિલ્મે 3.15 કરોડની કમાણી કરી હતી. ભૂલભુલૈયા 3 એ બુધવારે 3.85 કરોડની કમાણી કરી હતી.

સિંઘમ અગેઈનનું બોક્સ ઓફિસ કલેક્શન

1 દિવસ - 43.5 કરોડ
2 દિવસ - 42.5 કરોડ
3 દિવસ - 35.75 કરોડ
4 દિવસ - 18 કરોડ
5 દિવસ - 14 કરોડ
6 દિવસ - 10.5 કરોડ
7 દિવસ - 8.75 કરોડ
8 દિવસ - 8 કરોડ
9 દિવસ - 12.25 કરોડ
10 દિવસ - 13.5 કરોડ
11 દિવસ - 4.25 કરોડ
12 દિવસે - 3.5 કરોડ
13 દિવસ - 3.15 કરોડ
કુલ કમાણી - 217.65 કરોડ