Singham Again On OTT: સિંઘમ અગેઇન આ વર્ષે 1 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સ સિંઘમ ફ્રેન્ચાઈઝીમાં આ ત્રીજી ફિલ્મ છે. આ મલ્ટી સ્ટારર ફિલ્મે સિંઘમ અને સિંઘમ રિટર્ન્સને પણ પાછળ છોડી દીધી છે. એક મહિનાથી વધુ સમય સ્ક્રીન પર દર્શકોને મનોરંજન કરાવ્યા બાદ હવે નિર્માતાઓએ આખરે તેને OTT પર લોન્ચ કરી છે.
સિંઘમ અગેઈન OTT પર રિલીઝ
સિંઘમ અગેઈન પહેલા OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ કરવામાં આવી હતી, પરંતુ તે સમયે યુઝર્સને તેને જોવા માટે પૈસા ચુકવવા પડતા હતા. આખરે હવે દર્શકો આ ફિલ્મને કોઈ પણ જાતના ચાર્જ વિના જોઈ શકશે. આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ વીડિયો પર સબસ્ક્રાઇબર્સ માટે ફ્રીમાં રિલીઝ કરી દેવામાં આવી છે.
સિંઘમ અગેઇન બોક્સ ઓફિસ કલેક્શન
10 વર્ષ પછી સિંઘમ ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ સિંઘમ અગેઇન થિયેટરોમાં રિલીઝ થઈ હતી. રોહિત શેટ્ટીની આ એક્શન ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ આવી છે. ભૂલ ભૂલૈયા 3 સાથે ટક્કર હોવા છતાં આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર કલેક્શન કર્યું હતું. બોલિવૂડ હંગામા અનુસાર સિંઘમ અગેઇનની શરૂઆત 43 કરોડ સાથે થઈ હતી. તેણે પાંચ સપ્તાહમાં બોક્સ ઓફિસ પર 68.35 કરોડનું કલેક્શન કર્યું છે.
