Bhool Bhulaiyaa 3 સામે હાંફી ગઈ Singham Again, 16માં દિવસે માત્ર આટલા કરોડ જ કમાઈ શકી

16માં દિવસે સિંઘમ અગેઈને બોક્સ ઓફિસ પર 3.25 કરોડની કમાણી કરી હતી. જ્યારે ભૂલ ભૂલેયા 3 એ 4 કરોડની શાનદાર કમાણી કરી હતી.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Sun, 17 Nov 2024 10:25 AM (IST)Updated: Sun, 17 Nov 2024 10:25 AM (IST)
singham-again-bhool-bhulaiyaa-3-box-office-collection-day-16

Singham Again vs Bhool Bhulaiyaa 3: અજય દેવગણ સ્ટારર સિંઘમ અગેઈન અને કાર્તિક આર્યનની ભૂલભુલેયા 3 બંને ફિલ્મે દિવાળી પર ધમાકેદાર એન્ટ્રી કરી હતી. દર્શકોએ બંને ફિલ્મોને પસંદ કરી છે. પરંતુ બમ્પર ઓપનિંગ લેનાર સિંઘમ અગેઈન સતત 11મા દિવસથી કમાણીમાં પાછળ ચાલી રહી છે. જાણો 16માં દિવસે કેટલી કમાણી કરી

કમાણીમાં આગળ નીકળી ભૂલભુલૈયા 3

બોક્સ ઓફિસ પર પહેલા દિવસે સિંઘમ અગેઈને 43.5 કરોડની કમાણી કરી હતી. Sacnilk ની રિપોર્ટ અનુસાર 16માં દિવસે સિંઘમ અગેઈને બોક્સ ઓફિસ પર 3.25 કરોડની કમાણી કરી હતી. જ્યારે ભૂલ ભૂલેયા 3 એ 4 કરોડની શાનદાર કમાણી કરી હતી. સતત 11માં દિવસથી સિંઘમ અગેઈન કમાણીમાં ભૂલભુલૈયા 3 કરતા પાછળ ચાલી રહી છે.

અત્યાર સુધીની કુલ કમાણી

અત્યાર સુધીના કુલ બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો ભૂલભુલૈયા 3 એ 245 કરોડની કમાણી કરી છે. જ્યારે સિંઘમ અગેઈનએ બમ્પર ઓપનિંગ બાદ પણ 226.5 કરોડની કમાણી કરી છે.