"શો પૂરો થયો પણ ગરબાપ્રેમીઓ ન હટ્યા!": અમદાવાદમાં સિંગર રિદ્ધી વ્યાસનો વિડીયો વાયરલ, અનમોલ પાર્ટી પ્લોટ બહાર ઉમટ્યો માનવસાગર

અમદાવાદના જાણીતા અનમોલ પાર્ટી પ્લોટ (Anmol Party Plot) ખાતે યોજાયેલી છઠ્ઠા નોરતાની ગરબા નાઈટ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં આવી ગઈ છે. અહીં ગરબા જોવા મળેલી ભીડ અને લોકપ્રિય સિંગર રિદ્ધી વ્યાસના કાર્યક્રમે ધમાકો મચાવ્યો હતો, જ્યાં ભારે ભીડને કારણે ખુદ સિંગરની ગાડી પણ બહાર નીકળી શકી ન હતી.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sat, 17 Oct 2026 03:41 PM (IST)Updated: Sat, 17 Oct 2026 03:41 PM (IST)
singer-riddhi-vyas-garba-anmol-party-plot-ahmedabad-crowd-video
સિંગર રિદ્ધી વ્યાસ

Riddhi Vyas Garba Ahmedabad: નવરાત્રીના પાવન દિવસોમાં ગુજરાતભરમાં ગરબાની અસલી રમઝટ જોવા મળી રહી છે. ખેલૈયાઓ માતાજીની આરાધનામાં લીન થઈને રાત્રે મોડે સુધી ગરબે ઘૂમી રહ્યા છે. દરમિયાન, અમદાવાદના જાણીતા અનમોલ પાર્ટી પ્લોટ (Anmol Party Plot) ખાતે યોજાયેલી છઠ્ઠા નોરતાની ગરબા નાઈટ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં આવી ગઈ છે. અહીં ગરબા જોવા મળેલી ભીડ અને લોકપ્રિય સિંગર રિદ્ધી વ્યાસના કાર્યક્રમે ધમાકો મચાવ્યો હતો, જ્યાં ભારે ભીડને કારણે ખુદ સિંગરની ગાડી પણ બહાર નીકળી શકી ન હતી.

સિંગર રિદ્ધી વ્યાસે સોશિયલ મીડિયા પર શેર કર્યો વીડિયો

છઠ્ઠા નોરતે અનમોલ પાર્ટી પ્લોટમાં જામેલા માહોલ અને ખેલૈયાઓના ઉત્સાહનો એક વીડિયો જાણીતી સિંગર રિદ્ધી વ્યાસે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યો છે. આ વીડિયો શેર કરતા તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, "ગાડી અમારી બહાર નીકળી શકે તેમ નથી, બહાર પણ ગરબાનો શો પત્યા પછી ખૂબ જ ટ્રાફિક છે. આ વીડિયો જોઈને તમને અંદાજો આવશે કે આજના શોમાં કેવું ક્રાઉડ હતું અને શો કેવો રહ્યો હશે."

વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પાર્ટી પ્લોટની બહાર હજારોની સંખ્યામાં લોકોની ભીડ જામી છે અને વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે, જેના કારણે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી.

અનમોલ પાર્ટી પ્લોટમાં ખેલૈયાઓનું ઘોડાપૂર

નવરાત્રીના છઠ્ઠા નોરતે અમદાવાદના અનોખી ઓળખ ધરાવતા અનમોલ પાર્ટી પ્લોટ ખાતે આયોજિત ગરબા મહોત્સવમાં યુવા વર્ગ અને ખેલૈયાઓનું ઘોડાપૂર ઉમટ્યું હતું. સિંગર રિદ્ધી વ્યાસના સુર અને તાલ પર ગરબે ઘૂમવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ પૂરો થયા બાદ પણ પાર્ટી પ્લોટની બહાર અને આસપાસના રસ્તાઓ પર એવો તો માનવસાગર ઉમટ્યો હતો કે ટ્રાફિક નિયંત્રણમાં લાવવો મુશ્કેલ બન્યો હતો.

લોકપ્રિય કલાકારની એક ઝલક મેળવવા અને તેમના અવાજ પર ઝૂમવા માટે દર્શકોમાં ભારે ક્રેઝ જોવા મળ્યો હતો. આ ભવ્ય આયોજને સાબિત કરી દીધું કે અમદાવાદમાં નવરાત્રીનો અસલી રોમાંચ કયા સ્તરે હોય છે. આ વાયરલ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ટોક ઓફ ધ ટાઉન બન્યો છે અને ખેલૈયાઓમાં ઉત્સાહ બેવડાઈ ગયો છે.