Kinjal Dave: સોશિયલ મીડિયા પર અવારનવાર કલાકારોના જૂના વીડિયો વાયરલ થતા હોય છે, પરંતુ અત્યારે જે વીડિયો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે તે 'ચાર ચાર બંગડીવાળી' ફેમ કિંજલ દવેનો છે. આ વીડિયોમાં કિંજલ દવે એટલી નાની છે કે તેને ઓળખવી પણ મુશ્કેલ છે, પરંતુ તેનો અવાજ અને સ્ટેજ પરનો આત્મવિશ્વાસ આજે પણ તેવો જ અદભૂત જોવા મળી રહ્યો છે.
રાજદિપ બારોટ સાથેની જુગલબંધી
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં કિંજલ દવે લોકપ્રિય લોકગાયક રાજદિપ બારોટ સાથે સ્ટેજ પર જોવા મળી રહી છે. વીડિયોમાં નાનકડી કિંજલ ગુજરાતીઓનું લોકપ્રિય ગીત "ઢેલડી કડલા ઘડાવું મોંઘા મુલના…" અત્યંત મીઠા અવાજમાં ગાતી સંભળાય છે. રાજદિપ બારોટ પણ નાનકડી કિંજલના ઉત્સાહમાં સાથ પુરાવતા જોવા મળે છે.
ફેન્સમાં ભારે ઉત્સાહ
આ વીડિયો વાયરલ થતા જ કિંજલ દવેના ચાહકો તેના પર લાઈક્સ અને કોમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે. ઘણા ચાહકો લખી રહ્યા છે કે, "કિંજલ દવેમાં કલા અને અવાજની ભેટ નાનપણથી જ હતી." તો કેટલાક લોકો આ વીડિયોને શેર કરીને કિંજલની સફળતાના સંઘર્ષને બિરદાવી રહ્યા છે. લોકો માટે એ જોવું રસપ્રદ છે કે આજે લાખો લોકોના દિલ પર રાજ કરનાર કિંજલ દવેએ પોતાની સફર ક્યાંથી અને કેવી રીતે શરૂ કરી હતી.
બાળ કલાકારથી સ્ટારડમ સુધીની સફર
કિંજલ દવેએ ખૂબ જ નાની ઉંમરે ગાવાનું શરૂ કર્યું હતું. પિતા લલિત દવેના પ્રોત્સાહનથી આજે તે ગુજરાતની ટોચની ગાયિકાઓમાં સ્થાન પામી છે. રાજદિપ બારોટ સાથેના આ જૂના પ્રોગ્રામનો વીડિયો એ વાતની સાક્ષી પૂરે છે કે કિંજલના અવાજમાં જે જાદુ આજે છે, તે તેના બાળપણના દિવસોમાં પણ તેટલો જ પ્રભાવશાળી હતો.
