ભાઈબંધી કે અર્ધાંગિની? બે પ્રેમ વચ્ચે પીસાતા પુરુષની ક્રેઝી કોમેડી રાઈડ: નવી ગુજરાતી ફિલ્મ 'શ્રીમાન સેન્ડવિચ'નું એનાઉન્સમેન્ટ!

ભાઈબંધી કે અર્ધાંગિની? જ્યારે બંનેને સરખો પ્રેમ આપવો પડે, ત્યારે વ્યક્તિ માણસમાંથી 'સેન્ડવિચ' બની જાય છે! આ જ મનોરંજક અને કોમેડી કન્સેપ્ટ પર ફિલ્મની વાર્તા આધારિત છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sun, 27 Sep 2026 12:43 PM (IST)Updated: Sun, 27 Sep 2026 12:43 PM (IST)
shreeman-sandwich-gujarati-movie-announcement-tushar-sadhu-khushbu-trivedi
શ્રીમાન સેન્ડવીચ ગુજરાતી ફિલ્મ

Shreeman Sandwich Gujarati Movie: ગુજરાતી સિનેમાપ્રેમીઓ માટે એક મનોરંજક સમાચાર સામે આવ્યા છે. મિત્રતા અને પ્રેમની વચ્ચે પીસાતા એક પુરુષની રમુજી પરિસ્થિતિ દર્શાવતી નવી ગુજરાતી ફિલ્મ 'શ્રીમાન સેન્ડવિચ' (Shreeman Sandwich) ની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. ફિલ્મનું ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર ચાહકો વચ્ચે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

શું છે ફિલ્મની વાર્તાની થીમ?

"ભાઈબંધી કે અર્ધાંગિની? જ્યારે બંનેને સરખો પ્રેમ આપવો પડે, ત્યારે વ્યક્તિ માણસમાંથી 'સેન્ડવિચ' બની જાય છે!" આ જ મનોરંજક અને કોમેડી કન્સેપ્ટ પર ફિલ્મની વાર્તા આધારિત છે. એક તરફ જીગરી યારોની ભાઈબંધી અને બીજી તરફ પત્ની પ્રત્યેનો પ્રેમ, આ બંને વચ્ચે સંતુલન જાળવવામાં મુખ્ય પાત્ર કેવી રીતે અટવાઈ જાય છે અને શું-શું ધમાલ મચે છે, તેની રોલરકોસ્ટર રાઈડ આ ફિલ્મમાં જોવા મળશે.

ફિલ્મની કલાકાર કાસ્ટ અને સ્ટારકાસ્ટ:

ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં અભિનેતા તુષાર સાધુ (Tushar Sadhu) અને અભિનેત્રી ખુશબુ ત્રિવેદી (Khushbu Trivedi) જોવા મળશે. આ ઉપરાંત ફિલ્મમાં જય પંડ્યા, વૈશાખ રાઠોડ, કલ્પ ત્રિવેદી, કુશલ શાહ અને તિલક પટેલ પણ મહત્વના પાત્રો ભજવતા નજરે પડશે.

પ્રોડક્શન અને ડાયરેક્શન ટીમ:

પ્રોડક્શન બેનર: લવ શ્રેયા ફિલ્મ્સ (Love Shreya Films)

લેખક અને ડાયરેક્ટર (Writer & Director): વિપુલ શર્મા (Vipul Sharma)

નિર્માતા (Producers): શ્રેયા સંજય ઝા અને જશ ઝા (Shreya Sanjay Jha & Jash Jha)

સહ-નિર્માતા (Co-producers): હેમેન્દ્ર પટેલ, અતુલ પટેલ, અપૂર્વ મહેતા અને પંકજ ચૌધરી

ક્યારે થશે રિલીઝ?

ઉત્તરાયણના પર દર્શકોને મનોરંજનનો મોટો ધમાકો મળવા જઈ રહ્યો છે. આ ફિલ્મ આગામી 14 જાન્યુઆરી 2027 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

દોસ્તી અને પરિવાર વચ્ચેના આ મનોરંજક ખેંચતાણના કન્સેપ્ટ સાથે 'શ્રીમાન સેન્ડવિચ' ફિલ્મ થિયેટરોમાં દર્શકોને ખડખડાટ હસાવવા માટે સંપૂર્ણ તૈયાર છે.