Sharmila Tagore Stage Zero Lung Cancer: શર્મિલા ટાગોર તેના સમયની શાનદાર અભિનેત્રી રહી ચુકી છે. તેણે અનેક હિટ ફિલ્મો આપી છે. તેણે દિગ્ગજ અભિનેતાઓ સાથે કામ કર્યું છે. હિન્દી જ નહિ બંગાળી ફિલ્મોમાં પણ તે પોતાની ઓળખ બનાવી ચુકી છે. ત્યારે શર્મિલા ટાગોર વિશે સોહા અલી ખાને કહ્યું કે તેની માતા સ્ટેજ ઝીરો કેન્સર સામે લડી ચુકી છે.
શર્મિલા ટાગોરને સ્ટેજ ઝીરો લંગ કેન્સર
શર્મિલા ટાગોરની દીકરી સોહા અલી ખાને લાંબા સમય બાદ છોરી 2 ફિલ્મથી ફરી કમબેક કર્યું છે. સોહા અલી ખાન હાલ આ ફિલ્મના પ્રમોશનનમાં વ્યસ્ત છે. આ દરમિયાન સોહા અલી ખાને કહ્યું કે તેની માતા શર્મિલા ટાગોર સ્ટેજ ઝીરો લંગ કેન્સર સામે લડી ચુકી છે. તેણે કહ્યું કે બહુ ઓછા લોકોમાં સ્ટેજ ઝીરો કેન્સર ડિટેક્ટ થઈ શકે છે. જ્યારે અમને તેની ખબર પડી ત્યારે અમે ગભરાઈ ગયા હતા. જો કે તેની માતાએ કીમોથેરાપી વિના કેન્સર સામે જંગ લડી અને જીતી. હવે તે ઠીક છે અને રિકવર કરી રહી છે.
શર્મિલા ટાગોરની બંગાળી ફિલ્મ રિલીઝ
હાલ શર્મિલા ટાગોર 80 વર્ષની છે. આ ઉંમરે પણ તે ખૂબ જ ફિટ અને સ્વસ્થ છે. વર્ષ 2023 માં શર્મિલા ટાગોર OTT પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી ફિલ્મ 'ગુલમહોર' માં જોવા મળી હતી. તેણે મનોજ બાજપેયીની માતાનો રોલ કર્યો હતો. આખી ફિલ્મનું શૂટિંગ દિલ્હીમાં થયું હતું. આ ફિલ્મને 3 રાષ્ટ્રીય પુરસ્કારો મળ્યા હતા. શર્મિલા ટાગોર હાલ આગામી બંગાળી ફિલ્મ Puratwan માં જોવા મળી રહી છે, જે 11 એપ્રિલે રિલીઝ થઈ છે.
