'ગુલમહોર' જોઈને શર્મિલા ટાગોરની 'જબરા ફેન' બની કંગના રનોત, પ્રશંસામાં લખી લાંબી પોસ્ટ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 08 Jul 2023 10:07 PM (IST)Updated: Sat, 08 Jul 2023 10:07 PM (IST)
kangana-ranaut-instagram-post-on-sharmila-tagore-and-waheeda-rehman

મુંબઈ.
બૉલિવૂડ અભિનેત્રી કંગના રણોત પોતાના અભિનય ઉપરાંત બિન્દાસ્ત અંદાજ માટે કાયમ ચર્ચામાં રહે છે. કોઈને ફટકાર લગાવવાની હોય, કે પછી કોઈના વખાણ કરવા હોય કંગના રણૌત બેધડક વાત કરનારી અભિનેત્રી છે. તાજેતરમાં જ કંગનાએ શર્મિલા ટાગોરના વખાણ કર્યા છે.

કંગના રણોત આજે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શર્મિલા ટાગોરની એક તસવીર શેર કરવા સાથે અભિનેત્રીની પ્રશંસા કરી હતી. આ વખાણ 'ગુલમહોર'માં તેના પાત્ર માટે હતા. કંગનાએ શર્મિલા માટે એક લાંબી નોટ પણ લખી હતી.

કંગનાએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, તાજેતરમાં એક સુંદર ફિલ્મ 'ગુલમહોર' જોઈ. વરિષ્ઠ અદાકાર શર્મિલાજીને પડદા પર જોઈને ઈનંદ થયો. તેમની સ્ક્રીન પર હાજરી, વૉઈસ મોડ્યૂલેશન અને પર્ફોમન્સમાં સુક્ષ્મતા શિયાળામાં હૂંફ જેવી હતી.

પોતાની પોસ્ટમાં કંગનાએ વહીદા રહેમાન વિશે લખ્યું છે કે, ટૂંક સમયમાં વહીદા રહેમાનને ફૂલ ભૂમિકામાં જોવાની આશા છે. આટલું જ નહીં, એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર વહીદાજીનો થ્રોબેક ફોટો પણ શેર કર્યો છે.

શર્મિલા ટાગોરની ફિલ્મ 'ગુલમોહર'ની વાત કરીએ તો, આ ફિલ્મ આ વર્ષે માર્ચમાં OTT પર રિલીઝ થઈ હતી. આ ફેમિલી ડ્રામામાં શર્મિલા સાથે મનોજ બાજપેઈ લીડ રોલમાં હતો. જે ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થઈ રહી છે.