Anant Ambani Radhika Merchant Wedding: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે. સોશિયલ મીડિયા લગ્નના વીડિયો અને તસવીરોથી છવાઈ ગયું છે. ત્યારે બોલિવૂડના દિગ્ગ્જ સ્ટાર્સ પણ આ ગ્રાન્ડ ઈવેન્ટમાં પહોંચ્યા હતા. ત્યારે શાહરુખ ખાનના વાયરલ થયેલા એક વીડિયોને સોશિયલ મીડિયા પર ચાહકો સૌથી વધુ પસંદ કરી રહ્યા છે.
અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનને પગે લાગ્યા બાદશાહ
અનંત રાધિકાના લગ્નમાં બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાને પણ હાજરી આપી હતી. ત્યારે તેમણે અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનને જોતા જ તેમને પગે લાગ્યા હતા. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયો પર વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને ફેન્સ તેમના વખાણ કરી રહ્યા છે.
રજનીકાંત અને સચિન તેંડુલકર સાથે દેખાયા કિંગ ખાન
શાહરૂખ ખાને લગ્નના સમારોહમાં હાજર સુપરસ્ટાર રજનીકાંત સાથે પણ નજરે પડ્યા હતા. તેઓ રજનીકાંત સાથે હાથ મિલાવીને તેમની પત્ની સાથે પણ હાથ જોડીને વાતચીત કરે છે. આ સાથે તેમણે ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર સાથે પણ હાથ મિલાવતાં દેખાયા હતા.
