દિલ્હી બ્લાસ્ટ બાદ પહેલીવાર બોલ્યા Shah Rukh Khan, કહ્યું- ભારત ક્યારેય ઝૂકતું નથી…

શાહરૂખ ખાને 26/11ના મુંબઈ હુમલા, પહેલગામ આતંકી હુમલા અને તાજેતરમાં થયેલા દિલ્હી વિસ્ફોટોમાં માર્યા ગયેલા નિર્દોષ લોકો તેમજ દેશના જવાનોની વીરતા વિશે વાત કરી.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Sun, 23 Nov 2025 08:14 AM (IST)Updated: Sun, 23 Nov 2025 08:14 AM (IST)
shah-rukh-khan-viral-speech-delhi-blast-26-11-mumbai-pahalgam-attacks

Shah Rukh Khan Delhi Blast: બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાને મુંબઈમાં આયોજિત ગ્લોબલ પીસ ઓનર્સ 2025માં ભાગ લીધો. આ ઇવેન્ટમાંથી શાહરૂખ ખાનની સ્પીચ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ વાયરલ વીડિયોમાં શાહરૂખ ખાને 26/11ના મુંબઈ હુમલા, પહેલગામ આતંકી હુમલા અને તાજેતરમાં થયેલા દિલ્હી વિસ્ફોટોમાં માર્યા ગયેલા નિર્દોષ લોકો તેમજ દેશના જવાનોની વીરતા વિશે વાત કરી.

દેશના વીરજવાનોને શાહરુખે કર્યા નમન
વાયરલ થઈ રહેલા વીડિયોમાં શાહરૂખ ખાન હુમલાના પીડિતો અને શહીદોને નમન કરતા જોવા મળે છે. શાહરૂખ ખાને કહ્યું કે 26/11, પહેલગામમાં થયેલા આતંકી હુમલા અને તાજેતરમાં થયેલા દિલ્હી બ્લાસ્ટમાં પોતાનો જીવ ગુમાવનાર લોકોને મારી વિનમ્ર શ્રદ્ધાંજલિ અને આ હુમલાઓમાં શહાદત પામનાર આપણા વીર સુરક્ષા કર્મચારીઓને મારા નમન.

શાહરૂખ ખાને દેશના બહાદુર વીર જવાનો વિશે વાત કરતાં કહ્યું કે જ્યારે કોઈ તમને પૂછે કે તમે શું કરો છો? તો છાતી ઠોકીને કહેજો કે હું દેશની રક્ષા કરું છું. જો કોઈ પૂછે કે તમે કેટલું કમાઓ છો? તો હળવું સ્મિત કરીને કહેજો કે હું 140 કરોડ લોકોની દુઆઓ કમાઉ છું અને જો પાછા ફરીને પણ તમને પૂછે કે ક્યારેય ડર નથી લાગતો? તો આંખમાં આંખ મિલાવીને કહેજો કે જેઓ આપણા પર હુમલો કરે છે, તેમને ડર લાગે છે.

ભારત ક્યારેય ઝૂકતું નથી
ગ્લોબલ પીસ ઓનર્સના આ પ્રસંગે શાહરૂખ ખાને આખા દેશ તરફથી શહીદોના પરિવારોને પણ સલામ કર્યા. તેમણે શહીદોની માતાઓ, પિતાઓ અને તેમના પાર્ટનર્સના ઉત્સાહને સલામ કર્યો, કારણ કે લડાઈ ભલે મોરચે સૈનિકો લડ્યા, પણ પરિવારોએ પણ અત્યંત હિંમત અને બહાદુરીથી લડાઈ લડી છે. શાહરૂખે આગળ કહ્યું કે આ દેશ વિશે હંમેશા કહેવામાં આવ્યું છે કે ભારત ક્યારેય ઝૂકતું નથી. અમને કોઈ રોકી શક્યું નથી, હરાવી શક્યું નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જ્યાં સુધી "ધ મેન ઇન યુનિફોર્મ" (સૈનિકો) એટલે કે આ દેશના સુપરહીરોઝ આપણું રક્ષણ કરી રહ્યા છે, ત્યાં સુધી આપણા દેશમાંથી શાંતિ અને અમનને દૂર કરવું મુશ્કેલ જ નહીં પણ અશક્ય છે.

શાંતિ જ સાચી ક્રાંતિ છે
શાહરૂખ ખાને શાંતિના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે શાંતિ એક સુંદર વસ્તુ છે અને આખી દુનિયા ખરેખર તેને જ શોધે છે. એક સારા વિશ્વ માટે શાંતિ જ સાચા અર્થમાં ક્રાંતિ છે. તેમણે સૌને અપીલ કરી કે આપણે સૌ સાથે મળીને શાંતિ તરફ આગળ વધારીએ. તેમણે કહ્યું કે આસપાસના જાતિવાદ, ભેદભાવ, તારું-મારું ભૂલીને માનવતાના રસ્તે ચાલીએ.