Shah Rukh Khan Death Threats: બાબા સિદ્દીકીની હત્યા બાદ બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. ત્યારે હવે શાહરુખ ખાનને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી છે.
મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં શાહરુખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપતો કોલ આવ્યો હતો. જીવ બચાવવા માટે 50 લાખ રુપિયાની માંગ પણ કરવામાં આવી છે. જે બાદ પોલીસ એલર્ટ થઈ ગઈ છે. શાહરુખ ખાનના મુંબઈ સ્થિત ઘર મન્નતની બહાર પોલીસ સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે.
Shah Rukh Khan threat case | As per Mumbai Police, the threat call was placed at Bandra Police Station itself, Rs 50 Lakhs was demanded and a life threat to the actor was made if the payment was not done. https://t.co/FPk4vCvgan
— ANI (@ANI) November 7, 2024
અહેવાલો અનુસાર શાહરૂખને છત્તીસગઢના રાયપુરના એક વ્યક્તિ દ્વારા આ ધમકી આપવામાં આવી છે. ધમકીને પગલે પોલીસ એલર્ટ થઈ ગઈ છે અને ધમકી આપનાર વ્યક્તિની તપાસ શરૂ કરી છે. મુંબઈ પોલીસ આરોપીને શોધવા માટે રાયપુર રવાના થઈ ગઈ છે.
શાહરૂખ ખાને 2જી નવેમ્બરે પોતાનો 59મો જન્મદિવસ ઉજવ્યો હતો. તેના માત્ર 5 દિવસ બાદ જ બાદશાહને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ધમકી પાછળનું કારણ બહાર આવ્યું નથી.
