Shah Rukh Khan 60th Birthday: કિંગ ખાન 60મો જન્મદિવસ કેવી રીતે ઉજવશે? ચાહકો માટે 'શાહરુખ ખાન ફિલ્મ ફેસ્ટિવલ'ની જાહેરાત

શાહરૂખ ખાન 2 નવેમ્બરના રોજ 60 વર્ષના થઈ રહ્યા છે. તેઓ જન્મદિવસની ઉજવણી નવા ભાડાના ઘર અલીબાગમાં કરશે, ઉપરાંત આ દિવસે શાહરુખ ખાન ફિલ્મ ફેસ્ટિવલની ઉજવણી કરાશે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Sat, 01 Nov 2025 11:12 AM (IST)Updated: Sat, 01 Nov 2025 11:13 AM (IST)
shah-rukh-khan-60th-birthday-celebration-at-alibaug-shahrukh-khan-film-festival

Shah Rukh Khan 60th Birthday: બોલિવૂડના 'બાદશાહ'ના નામથી જાણીતા અભિનેતા શાહરૂખ ખાન 2 નવેમ્બરના રોજ 60 વર્ષના થઈ રહ્યા છે. ચાહકો તેમના ઘર મન્નતની બહાર તેમની એક ઝલક મેળવવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે આ વર્ષે શાહરૂખ મન્નતની બહાર તેમના ચાહકો સાથે મુલાકાત નહીં કરે, કારણ કે મન્નતનું રિનોવેશન ચાલી રહ્યું હોવાથી તેઓ તેમનો જન્મદિવસ અલીબાગમાં ઉજવશે.

ક્યાં થશે શાહરુખ ખાનની જન્મદિવસની ઉજવણી

શાહરૂખે આ ખાસ દિવસને તેમના પરિવાર અને મિત્રો સાથે અલીબાગ સ્થિત તેમના ઘરે વિતાવવાનો નિર્ણય કર્યો છે. તેમના નજીકના લોકોને તેમના અલીબાગ સ્થિત ઘરે આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બધા મહેમાનો 1 નવેમ્બરથી તેમના ઘરે પહોંચવાનું શરૂ કરી દેશે અને તેમનો જન્મદિવસ ખૂબ ધામધૂમથી ઉજવશે.

સામાન્ય રીતે મુંબઈમાં રહેતા શાહરૂખ પોતાનો જન્મદિવસ મન્નતમાં ઉજવવાનું પસંદ કરે છે. આનાથી તેમના ચાહકોને તેમના ખાસ દિવસે તેમને મળવાનો અને શુભેચ્છા આપવાનો મોકો મળે છે. પરંતુ, છેલ્લા કેટલાક મહિનાઓથી તેમના બંગલાનું રિનોવેશન ચાલી રહ્યું છે, જેના કારણે આખો પરિવાર ભાડાના બીજા સ્થળે શિફ્ટ થઈ ગયો છે.

શાહરુખ ખાન ફિલ્મ ફેસ્ટિવલની જાહેરાત

બોલિવૂડના કિંગ શાહરુખ ખાન દ્વારા તેમના 60મા જન્મદિવસ પૂર્વે ચાહકોને એક વિશેષ ભેટ આપવામાં આવી છે. તેમણે શાહરુખ ખાન ફિલ્મ ફેસ્ટિવલની જાહેરાત કરી છે, જેમાં તેમની યાદગાર ફિલ્મો ફરી એકવાર મોટા પડદા પર દર્શાવવામાં આવશે. શાહરુખ ખાને શુક્રવારે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરીને આ ફેસ્ટિવલની જાહેરાત કરી.

‘શાહરુખ ખાન ફિલ્મ ફેસ્ટિવલ’ આજથી પીવીઆર આઇનોક્સ (PVR INOX)ના સહયોગથી દેશભરના પસંદગીના સિનેમાઘરોમાં શરૂ થઈ રહ્યો છે. શાહરુખ ખાનની ફિલ્મો ભારતમાં પસંદગીના પીવીઆર અને આઇનોક્સ સિનેમાઘરો તેમજ સિનેપોલિસ (Cinépolis)ની કેટલીક સ્ક્રીન પર રજૂ કરવામાં આવશે.

શાહરુખ ખાનની કઈ ફિલ્મો જોવા મળશે

  • કભી હાં કભી ના
  • દિલ સે
  • દેવદાસ
  • મૈં હૂં ના
  • ઓમ શાંતિ ઓમ
  • ચેન્નઈ એક્સપ્રેસ
  • જવાન