મોહિત સૂરીની ફિલ્મ 'સૈયારા' હાલ બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી રહી છે. આ ફિલ્મે એક જ અઠવાડિયામાં ઘણી ફિલ્મોને પછાડી દીધી છે અને વિદેશોમાં પણ ખૂબ ધૂમ મચાવી છે. ફિલ્મના ક્રેઝને કારણે સિનેમાપ્રેમીઓના મનમાં એક મોટો પ્રશ્ન છે કે શું 'સૈયારા'નો સિક્વલ બનશે?
'સૈયારા'ની સિક્વલ આવશે?
છેલ્લા કેટલાક સમયથી બોલિવૂડમાં સિક્વલની જાણે કે મોસમ છવાઈ ગઈ છે. આવી સ્થિતિમાં લોકોના મનમાં એક સવાલ છે કે શું અદભૂત સફળતા મેળવનાર'સૈયારા'ની સીક્વલ પણ આવશે. થોડા સમય પહેલાં AI દ્વારા જનરેટ કરાયેલા વીડિયો અને ફોટા પણ વાયરલ થયા હતા, જેમાં વાણી અને કૃષના બાળકો પણ થઈ ગયા છે. હવે આ ફિલ્મમાં વિલન 'મહેશ'નું કિરદાર ભજવનાર અભિનેતા શાન આર ગ્રોવરે 'સૈયારા'ના સિક્વલ ને લઈને એક મોટું અપડેટ આપ્યું છે.
જાણો શું કહ્યું અભિનેતાએ
ઝૂમને આપેલા તાજેતરના ઇન્ટરવ્યુમાં શાન આર ગ્રોવરે કહ્યું કે જ્યાં સુધી મારા પાત્રની વાત છે, ઘણું બધું પછીથી કરી શકાય છે. મહેશ અચાનક ગાયબ થઈ ગયો હતો. જો આ પાત્ર એક અલગ સફર પર નીકળવાનો નિર્ણય કરે તો કદાચ તેને વધુ આગળ વધારી શકાય છે. જો વાણી મહેશને છેલ્લી વાર મળવા માંગે તો કૃષનું પાત્ર એક અલગ મોડ લઈ શકે છે. હાલમાં સીક્વલ પર કોઈ વાતચીત ચાલી રહી નથી. આ બધું યજરાજ ફિલ્મસ અને મોહિત સૂરી પર નિર્ભર કરે છે.
