Saif Stabbing Case: ફિંગર પ્રિન્ટ પર મુંબઈ પોલીસે કર્યો ચોંકાવનારો ખુલાસો, બંગાળની મહિલા સાથે પણ જોડાયેલું છે કનેક્શન

સૈફ અલી ખાન પર થયેલા હુમલાના કેસમાં પોલીસને હુમલાખોર વિરુદ્ધ નવા પુરાવા મળી રહ્યાં છે. તાજેતરમાં જ મુંબઈ પોલીસે પશ્ચિમ બંગાળની એક મહિલાનું નિવેદન નોંધ્યું છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 28 Jan 2025 09:03 PM (IST)Updated: Tue, 28 Jan 2025 09:03 PM (IST)
saif-stabbing-case-mumbai-police-made-a-shocking-revelation-on-finger-prints-there-is-also-a-connection-with-a-woman-from-bengal
HIGHLIGHTS
  • સૈફ અલી ખાનના પર થયેલા હુમલા અંગે નવું અપડેટ
  • એડિશનલ સીપીએ ફિંગરપ્રિન્ટ મિસમેચ પર કરી આ વાત
  • પશ્ચિમ બંગાળની મહિલાનું નિવેદન નોંધવામાં આવ્યું

Saif Stabbing Case: સૈફ અલી ખાન અને તેના પરિવાર માટે 16 જાન્યુઆરીનો દિવસ ખૂબ જ ડરામણો રહ્યો હતો. મુંબઈના બાંદ્રામાં એક અજાણ્યા વ્યક્તિએ તેના ગુરુ શરણ એપાર્ટમેન્ટમાં ઘૂસીને અભિનેતા સૈફ અલી ખાન પર ચાકુ વડે હુમલો કર્યો હતો અને ગંભીર રીતે ઘાયલ થયા બાદ તેને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાંથી તેને 21 જાન્યુઆરીએ રજા આપવામાં આવી હતી અને અભિનેતા તેના ઘરે પરત ફર્યો હતો. તેના પર હુમલો કરનાર આરોપી પોલીસ કસ્ટડીમાં છે. આ કેસની સતત તપાસ કરી રહેલી મુંબઈ પોલીસે હાલમાં જ સૈફ અલી ખાન હુમલા કેસમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે અને આ કેસમાં પશ્ચિમ બંગાળની એક મહિલાનું નિવેદન પણ નોંધ્યું છે.

આરોપીએ મહિલાના આધાર કાર્ડનો ઉપયોગ કર્યો હતો
સમાચાર એજન્સી ANIના સમાચાર અનુસાર, મુંબઈ પોલીસે મહિલાનું નિવેદન નોંધ્યું છે, જેના આધાર કાર્ડનો ઉપયોગ કરીને હુમલાખોરે સિમ કાર્ડ ખરીદ્યું હતું. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર તેમની ટીમ મુંબઈથી પશ્ચિમ બંગાળ ગઈ હતી, જ્યાં તેમણે બે અલગ-અલગ લોકોના નિવેદનો નોંધ્યા હતા.

પહેલા મુંબઈ પોલીસે તે મહિલાનું નિવેદન નોંધ્યું, જેના આધાર કાર્ડનો ઉપયોગ કરીને હુમલાખોરે સિમ ખરીદ્યું હતું, ત્યારબાદ તેઓએ પશ્ચિમ બંગાળમાં રહેતા આરોપીના સંબંધીઓના નિવેદનો નોંધ્યા.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીને સંબંધીઓની મદદથી મહિલાનું આધાર કાર્ડ મળ્યું હતું, જેનો ઉપયોગ તે સિમ ખરીદવા માટે કર્યું હતું.

મુંબઈ પોલીસ ફિંગર પ્રિન્ટ મિસમેચના સવાલ પર આપ્યો આ જવાબ
મુંબઈ પોલીસના એડિશનલ સીપી વેસ્ટ, પરમજીત દહિયાએ ચાલી રહેલી તપાસ અને ફિંગરપ્રિન્ટની મેળ ખાતી ન હોવા અંગેના પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, ગુનાના સ્થળેથી એકત્ર કરાયેલા ફિંગરપ્રિન્ટ્સ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર રિપોર્ટ અમને મળ્યા નથી. અમે ફિંગરપ્રિન્ટના સેમ્પલ સીઆઈડીને મોકલી દીધા છે.

આરોપી સામે મૌખિક, શારીરિક અને ટેકનિકલ એમ અનેક પ્રકારના પુરાવા મળ્યા છે, અમે યોગ્ય વ્યક્તિને પક્ડયો છે. જ્યારે પણ કોઈ આરોપી પકડાય છે ત્યારે તેની સામે ઘણા બધા પુરાવા એકઠા કરવામાં આવે છે, પછી તે ચહેરાની ઓળખ હોય કે ફિંગરપ્રિન્ટ હોય કે મૌખિક નિવેદન હોય, અમારી પાસે ઘણા પ્રકારના પુરાવા છે. એક પછી એક તપાસ અધિકારી ચાર્જશીટ પહેલા દરેક પુરાવાની યોગ્ય રીતે તપાસ કરે છે, આ બધું તેનો જ એક ભાગ છે. એડિશનલ સીપી વેસ્ટ પરમજીત દહિયાએ એ પણ જણાવ્યું કે આ કેસમાં પહેલા તપાસ અધિકારીને કેમ બદલવામાં આવ્યા.

સૈફ અલી ખાનના કપડાં અને બ્લડ સેમ્પલ પણ કલેક્ટ કરવામાં આવ્યા
તમને જણાવી દઈએ કે આ મામલામાં મુંબઈ પોલીસે સૈફ અલી ખાનના બ્લડ સેમ્પલ લેવાની સાથે તે રાત્રે પહેરેલા કપડા પણ એકઠા કર્યા છે.