Film Maidaan Review: અજય દેવગણ ફિલ્મ 'મેદાન' સાથે બોક્સ ઓફિસના મેદાનમાં ઉતર્યો, જાણો ફિલ્મ વિશે ફેન્સની પ્રતિક્રિયાઓ

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Thu, 11 Apr 2024 04:08 PM (IST)Updated: Thu, 11 Apr 2024 04:08 PM (IST)
review-of-ajay-devgans-film-maidan-shareable-soon

Movie Maidan Released: અજય દેવગણ ફરી એકવખત બોક્સ ઓફિસ ના મેદાનમાં ઉતર્યો છે. બાયોગ્રાફીકલ ફિલ્મ 'મેદાન' થિયેટરોમાં 'બડે મિયાં છોટે મિયાં' સાથે સ્પર્ધા કરી રહી છે. આ ફિલ્મમાં અભિનેતાએ સૈયદ અબ્દુલ રહીમ ની ભૂમિકા ભજવી છે, જે ફૂટબોલ કોચ છે. દર્શકોને પણ આ ફિલ્મ પરથી ઘણી અપેક્ષા છે. આ ફિલ્મ આજે ઈદ ના તહેવાર પર રિલીઝ કરવામાં આવી છે.

મેદાન ફિલ્મ જોયા પછી દર્શકોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. અજય દેવગનની ફિલ્મની રિયલ ઘટના પર આધારિત છે. જે 'ફિલ્ડ' પર ફૂટબોલ કોચ ના સંઘર્ષની કહાની બતાવવામાં આવી છે. અજય દેવગનની ફિલ્મ 'મેદાન' ને પણ દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

naidunia_image

એક યૂઝરે લખ્યું કે, 'ભારતીય ફૂટબોલના ઈતિહાસ પરની આ ખૂબ જ અદ્ભુત ફિલ્મ છે. દર્શકોને ખુબ જ પસંદ આવી રહી છે.' એક અન્ય યૂઝરે લખ્યું કે, 'મેદાન એક રસપ્રદ સ્પોર્ટ્સ બાયોગ્રાફી ફિલ્મ છે. જ્યારે ફર્સ્ટ હાફ ખૂબ જ મજબૂત છે, જ્યારે સેકન્ડ હાફ બરાબર નથી. અજય દેવગણે શાનદાર કામ કર્યું છે.' અન્ય યૂઝરે લખ્યું કે, 'યુવા જોયા પછી, હું હંમેશા ઈચ્છતો હતો કે અજય દેવગન મણિરત્નમની ફિલ્મ કરે. મેદાન ભલે મણિરત્નમની ફિલ્મ ન હોય, પરંતુ તેનો સેકન્ડ હાફ તેની ફિલ્મો જેટલો ગ્રાન્ડ છે. એ આર રહેમાનનું સોલફુલ સંગીત તમને જૂની યાદ અપાવશે.'

naidunia_image