Box Office Collection: ફિલ્મ 'મેદાન' ને પછાડીને 'બડે મિયા છોટે મિયા' એ ભરી ઉંચી ઉડાણ, જાણો બન્ને ફિલ્મનું બીજા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sat, 13 Apr 2024 11:13 AM (IST)Updated: Sat, 13 Apr 2024 11:13 AM (IST)
maidan-and-bade-miyan-chote-miyan-second-day-box-office-collections-ajay-devgan-akshay-kumar-tiger-shroff

Bollywood news: આ અઠવાડિયે સિનેમાઘરોમાં બે મોટી ફિલ્મો રિલીઝ થઈ હતી. દર્શકોને ઈદના દિવસે એક સાથે બે નવી ફિલ્મો ભેટમાં મળી છે. જોકે, તે રિલીઝ થતાં જ બંને વચ્ચે ટક્કર જોવા મળી હતી. અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં' માટે ચાહકોમાં ઘણો ક્રેઝ હતો. એક્ટર ના ફેન્સ સોશિયલ મીડિયા પર ફિલ્મના રિવ્યુ પણ શેર કરી રહ્યા છે. તેમજ ઘણા મોટા સેલેબ્સ પણ અજય દેવગનની મેદાનની પ્રશંસા કરી રહ્યા છે. તો ચાલો જાણીએ કે શુક્રવારે કઈ ફિલ્મનું પ્રદર્શન કેવું રહ્યું.

બડે મિયાં છોટે મિયાં
ડિરેક્ટર અલી અબ્બાસ ઝફર ની ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં' એક એક્શન ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મને લઈને સોશિયલ મીડિયા પર ખૂબ જ હલચલ જોવા મળી હતી. હંમેશની જેમ આ ફિલ્મમાં પણ દર્શકો અક્ષયની એક્ટિંગને પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મમાં પહેલીવાર અક્ષય કુમારે ટાઇગર શ્રોફ સાથે સ્ક્રીન સ્પેસ શેર કરી છે. ફિલ્મના કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે બીજા દિવસે 3.95 કરોડ રૂપિયાની કમાણી કરી છે, ફિલ્મે અત્યાર સુધીમાં 19.6 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જો કે ફિલ્મના કલેક્શનને જોતા એવું માનવામાં આવે છે કે ફિલ્મ વીકેન્ડમાં સારું કલેક્શન કરી શકે છે.

મેદાન
અજય દેવગનની ફિલ્મ 'મેદાન' એક સ્પોર્ટ્સ ડ્રામા બાયોપિક છે જે ફૂટબોલ કોચ સૈયદ અબ્દુલ રહીમ ની સફરને દર્શાવે છે. અભિનેતા અજય દેવગણે ફિલ્મ 'મેદાન' માં ફૂટબોલ કોચની ભૂમિકા ભજવી છે. ઈદના અવસર પર દર્શકો મેળવવામાં ફિલ્મ ખાસ સફળ રહી નથી. મેદાને તેના બીજા દિવસે ઘરેલુ બોક્સ ઓફિસ પર રૂપિયા 1.87 કરોડની કમાણી કરી છે, જેનાથી ફિલ્મનું કુલ કલેક્શન અત્યાર સુધીમાં રૂપિયા 8.97 કરોડ થઈ ગયું છે.