Navratri 2026: આદિત્ય ગઢવી સાથે ગરબે ઘૂમવા અમદાવાદ તૈયાર, 'રંગ મોરલા 2026'નું શેડ્યૂલ જાહેર; ઓફલાઇન ટિકિટનું વેચાણ 4 ઓક્ટોબરથી શરૂ

આદિત્ય ગઢવીના સૂરથી સજ્જ આ ગરબા ઉત્સવ 10 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર 2026 દરમિયાન સવાન્ના પાર્ટી લોન (Savanna Party Lawn) ખાતે આયોજિત કરવામાં આવ્યો છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sat, 03 Oct 2026 11:09 AM (IST)Updated: Sat, 03 Oct 2026 11:09 AM (IST)
rang-morla-aditya-gadhvi-navratri-2026-schedule-ticket-details
આદિત્ય ગઢવી નવરાત્રી 2026 શેડ્યૂલ

Aditya Gadhvi navratri 2026 schedule: ગુજરાતના ખેલૈયાઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે નવરાત્રીના ઉત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ વર્ષે નવરાત્રીમાં અમદાવાદના ખેલૈયાઓને પોતાના લોકપ્રિય સૂરથી ઘેલા કરવા માટે જાણીતા લોકગાયક આદિત્ય ગઢવી 'રંગ મોરલા 2026' (Rang Morla 2026) ઈવેન્ટ સાથે સંપૂર્ણ રીતે સજ્જ છે. આયોજકો દ્વારા આ મોગા ગરબા મહોત્સવની તારીખો, સ્થળ અને ટિકિટના વેચાણ અંગેની સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી છે.

10 દિવસ સુધી જામશે ગરબાની ધમાકેદાર રમઝટ

આદિત્ય ગઢવીના સૂરથી સજ્જ આ ગરબા ઉત્સવ 10 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર 2026 દરમિયાન સવાન્ના પાર્ટી લોન (Savanna Party Lawn) ખાતે આયોજિત કરવામાં આવ્યો છે. સતત 10 દિવસ સુધી ચાલનારા આ મહોત્સવમાં સંગીત, પરંપરા અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળશે. લોકપ્રિય ગાયક આદિત્ય ગઢવી પોતાના પરંપરાગત ગરબા અને હિટ લોકગીતોથી ખેલૈયાઓને મોડી રાત સુધી ઝૂમવા માટે મજબૂર કરશે.

ઓફલાઇન ટિકિટ અને બોક્સ ઓફિસનું શેડ્યૂલ

જે ખેલૈયાઓ આ ભવ્ય ગરબા મહોત્સવમાં ભાગ લેવા માંગે છે, તેમના માટે ટિકિટનું ઓફલાઇન વેચાણ 4 ઓક્ટોબર 2026થી શરૂ થઈ રહ્યું છે. આયોજકોના જણાવ્યા મુજબ, 4 ઓક્ટોબરે બપોરે 2:30 વાગ્યાથી સવાન્ના પાર્ટી લોન ખાતે બોક્સ ઓફિસ શરૂ કરી દેવામાં આવશે, જ્યાંથી ખેલૈયાઓ સીધી ટિકિટ મેળવી શકશે. આ ઉપરાંત ઓનલાઇન ટિકિટ્સ 'BookMyShow' પ્લેટફોર્મ પર ઉપલબ્ધ રહેશે.

બલ્ક બુકિંગ અને પૂછપરછ માટે ખાસ સુવિધા

મિત્રો, પરિવાર કે ગ્રુપ સાથે આવવા માંગતા ખેલૈયાઓ માટે આયોજકો દ્વારા ખાસ બલ્ક બુકિંગની સુવિધા પણ પૂરી પાડવામાં આવી છે. બલ્ક બુકિંગ અને અન્ય કોઈપણ પ્રકારની પૂછપરછ માટે સંપર્ક નંબર +91 8779007600 જાહેર કરવામાં આવ્યો છે.

આ મહોત્સવનું નિર્માણ અને પ્રમોશન 'TribeVibe' દ્વારા કરવામાં આવી રહ્યું છે. અમદાવાદની ગરબા પ્રેમી જનતામાં અત્યારથી જ આદિત્ય ગઢવીના 'રંગ મોરલા 2026' ને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.