રામાયણ પાર્ટ-1 ની તોફાની કમાણી: 3 દિવસમાં વિશ્વભરમાં ₹375 કરોડ પાર, 'જેલર 2' ની રફ્તાર ધીમી પડી

Ramayana Part 1 Box Office Collection: રણબીર કપૂર અને યશની ફિલ્મે 3 દિવસમાં વિશ્વભરમાં ₹375.50 કરોડની કમાણી કરી. જાણો જેલર 2નું કલેક્શન અને સંપૂર્ણ બોક્સ ઓફિસ રિપોર્ટ.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 08 Nov 2026 02:47 PM (IST)Updated: Sun, 08 Nov 2026 02:47 PM (IST)
ramayana-part-1-box-office-collection-day-3-worldwide-375-crore

Ramayana Part 1 Box Office Collection: નીતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી મહાકાવ્ય ફિલ્મ રામાયણ પાર્ટ 1 એ સિનેમાઘરોમાં રિલીઝ થતાની સાથે જ કમાણીના તમામ રેકોર્ડ તોડવાના શરુ કરી દીધા છે. વીકેન્ડનો ભરપૂર ફાયદો ઉઠાવતા આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કરોડોનો ધમાકેદાર કારોબાર કર્યો છે. બીજી તરફ બોક્સ ઓફિસ પર સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ જેલર 2ની પકડ ધીમી પડી રહી છે.

જેલર 2'ની કમાણીમાં ઘટાડો થયો

રજનીકાંતની ફિલ્મ 'જેલર 2' 15 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. શરૂઆતના દિવસોમાં આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. જોકે, રિલીઝ થયાને ઘણો સમય વીતી ગયો હોવાથી અને 'રામાયણ'ના આગમન બાદ ની કમાણીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. શનિવારે આ ફિલ્મે ₹1 કરોડની કમાણી કરી, જેનાથી તેનું કુલ નેટ કલેક્શન ₹469.27 કરોડ પર પહોંચ્યું છે. વૈશ્વિક સ્તરે, આ ફિલ્મે ₹825.55 કરોડની કુલ કમાણી કરી છે.

ફિલ્મ 'જેલર 2' માં સ્ટારકાસ્ટ

નેલ્સન દિલીપકુમારના નિર્દેશન અને સન પિક્ચર્સના બેનર હેઠળ બનેલી આ એક્શન-ડ્રામા ફિલ્મમાં રજનીકાંત સાથે વિદ્યા બાલન, રમ્યા ક્રિષ્નન, મિથુન ચક્રવર્તી, એસ.જે. સૂર્યા, સૂરજ વેંજારામૂડુ, યોગી બાબુ, મિર્ના અને ઋત્વિક મહત્વપૂર્ણ રોલમાં છે. આ ફિલ્મ 15 ઓક્ટોબરના રોજ રિલીઝ થઈ છે. રામાયણ પાર્ટ-1 ફિલ્મ રિલીઝ થતાં જેલર-2ની કમાણીમાં ઓછી થઈ રહી છે.

રામાયણ પાર્ટ 1ની કમાણીમાં ઉછાળો

અભિનેતા રણબીર કપૂર સ્ટારર ફિલ્મ રામાયણને દર્શકો તરફથી અદભુત પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મ રિલીઝના પહેલા દિવસે આ ફિલ્મે રુ.64.85 કરોડની ધમાકેદાર ઓપનિંગ કરી હતી. ત્યારબાદ બીજા દિવસે રુ. 48.05 કરોડનું કલેક્શન કર્યું હતું. જ્યારે શનિવારે વીકેન્ડ હોવાનો ફિલ્મને મોટો ફાયદો થયો હતો. શનિવારના કલેક્શનની વાત કરીએ તો, 69.80 કરોડ થયું હતું. ભારતમાં કુલ રુ.186.86 કરોડની કમાણી કરી હતી.

જ્યારે વર્લ્ડવાઈડ ગ્રોસ કલેક્શનનો આંકડો 375.50 કરોડને પાર પહોંચી ગયો. માત્ર 3 જ દિવસમાં ફિલ્મ ભારતમાં ₹200 કરોડનો આંકડો પાર કરવાની નજીક પહોંચી ગઈ છે, જ્યારે દુનિયાભરમાં તે ઝડપથી ₹400 કરોડ ક્લબ તરફ આગળ વધી રહી છે.

ફિલ્મમાં રણબીર કપૂર અને યશનો દમદાર રોલ

નીતેશ તિવારી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ પ્રાઈમ ફોક્સ સ્ટુડિયો અને KGF ફેમ યશના મોન્સ્ટર માઇન્ડ ક્રિયેશન્સ દ્વારા નિર્માણ પામી છે. ફિલ્મમાં રણબીર કપૂરે ભગવાન શ્રીરામનો રોલ, સાઈ પલ્લવીએ માતા સીતાના રોલમાં અને સુપરસ્ટાર યશે રાવણનો દમદાર રોલ નિભાવ્યો. આ સિવાય સન્ની દેઓલ (હનુમાનજી), રવિ દુબે, કાજલ અગ્રવાલ, રકુલ પ્રીત સિંહ અને વિવેક ઓબેરોય જેવા મજબૂત કલાકારોની સ્ટાર કાસ્ટ છે.