Ramayana Box Office Collection:રણબીર કપુરની ફિલ્મ રામાયણે વિશ્વભરના બોક્સ ઓફિસ પર રૂપિયા 1616 કરોડની કમાણી કરી

રણબીર કપુર-યશની ફિલ્મ રામાયણ બોક્સ ઓફિસમાં જોરદાર પ્રદર્શન કરી રહી છે અને આ ફિલ્મ રિલીઝ થયાના 17માં દિવસે સમગ્ર વિશ્વમાં રૂપિયા 1600 કરોડથી વધારે કમાણી કરી લીધી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 23 Nov 2026 07:24 AM (IST)Updated: Mon, 23 Nov 2026 07:42 AM (IST)
ramayana-box-office-collection-ranbir-kapoors-film-ramayana-earned-1616-crore-at-the-worldwide-box-office
Ramayana-Box-Office-Collection-Day-12-1794887896819.webp

Ramayana: રણબીર કપુર-યશની ફિલ્મ રામાયણ બોક્સ ઓફિસમાં જોરદાર પ્રદર્શન કરી રહી છે અને આ ફિલ્મ રિલીઝ થયાના 17માં દિવસે સમગ્ર વિશ્વમાં રૂપિયા 1600 કરોડથી વધારે કમાણી કરી લીધી છે. પ્રાથમિક અંદાજ પ્રમાણે રામાયણ-પાર્ટ 1 રિલીઝ થઈ તેના 17માં દિવસે ભારતમાં તેણે રૂપિયા 27 કરોડથી વધારે કમાણી કરી છે. અલબત નેટ કલેક્શન રૂપિયા 906 કરોડ અને ગ્રોસ કલેક્શન રૂપિયા 1083 કરોડ પહોંચી ગયું છે.

કઈ ભાષામાં થઈ સૌથી વધુ કમાણી

વિવિધ ભાષા પ્રમાણે ફિલ્મની કમાણી જોઈએ તો સૌથી વધારે કમાણી હિન્દી વર્ઝનમાં થઈ છે. હિન્દી ભાષામાં આ ફિલ્મએ કૂલ 13353 શો કર્યા છે અને રૂપિયા 20.25 કરોડની કમાણી કરી છે, બીજા ક્રમે મલિયાલમ વર્ઝન છે, જેમાં કૂલ 838 શોમાં 2.75 કરોડની કમાણી થઈ છે, તમિલ વર્ઝનમાં 601 શો મારફતે રૂપિયા 2 કરોડની તથા તેલુગુ વર્ઝનમાં 448 શો મારફતે રૂપિયા 75 લાખનું કલેકશન મળ્યું છે.

વિદેશી બજારોમાં ફિલ્મનું પર્ફોમન્સ કેવું રહ્યું

વિદેશી બજારોમાં ફિલ્મના પર્ફોમન્સ સારું રહ્યું છે. ફિલ્મ રિલીઝ થઈ તેના 17માં દિવસે આ ફિલ્મએ ઓવર્સિસ માર્કેટ એટલે કે વિદેશી બજારોમાં રૂપિયા 10 કરોડની કમાણી કરી છે અને તે સાથે જ વિદેશમાં બોક્સ ઓફિસ પર આ ફિલ્મનું ગ્રોસ કલેક્શન રૂપિયા 533 કરોડ થયું છે, અલબત ભારત અને વિદેશીમં કૂલ સમગ્ર વિશ્વમાં કમાણીનું પ્રમાણ રૂપિયા 1616.70 કરોડ થયું છે.

ફિલ્મનો બીજો ભાગ વર્ષ 2028માં રિલીઝ થશે

અત્રે ઉલ્લેખનીય છે કે રામાયણ:પાર્ટ 1 સમગ્ર વિશ્વમાં ગઈ 5 નવેમ્બર 2026ના રોજ રિલીઝ થઈ હતી અને તેનો બીજો ભાગ વર્ષ 2028માં દિવાળી પર રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્માણ નમિત મલ્હોત્રા અને યશ દ્વારા કરવામાં આવ્યું છે. આધ્યાત્મિક અને ધાર્મિક કથા પર આધારિત આ ફિલ્મને લઈ અગાઉ લોકોમાં ખૂબ જ આતુરતા જોવા મળતી હતી.