Ramayana Box Office Day 13:રણબીર કપૂરની ફિલ્મ Ramayanaની શાનદાર કમાણી; કલેક્શન રૂપિયા 1500 કરોડ નજીક પહોંચ્યું

Ramayana Box Office Collection Day 13:અભિનેતા રણબીર કપૂરની ફિલ્મ રામાયણ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. તાજેતરમાં જે તહેવારોની સિઝન હતી તેને લીધે સારું પર્ફોમન્સ જોવા મળ્યું છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 18 Nov 2026 11:51 AM (IST)Updated: Wed, 18 Nov 2026 11:58 AM (IST)
ramayana-box-office-collection-day-13-ranbir-kapoor-yash-film-nears-rs-1500-crore-worldwide

Ramayana Box Office Collection Day 13:અભિનેતા રણબીર કપૂરની ફિલ્મ રામાયણ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. તાજેતરમાં જે તહેવારોની સિઝન હતી તેને લીધે સારું પર્ફોમન્સ જોવા મળ્યું છે. આ ફિલ્મ સતત નવા-નવા રેકોર્ડ બનાવી રહી છે. 

રૂપિયા 1500 કરોડની કમાણીની નજીક

આ ફિલ્મ રિલીઝ થઈ તેના ફક્ત બે સપ્તાહ કરતાં ઓછા સમયમાં રૂપિયા 1500 કરોડની કમાણીની નજીક પહોંચી ગઈ છે. અને સંભવતઃ તે બુધવારે રૂપિયા 1500 કરોડના આંકડાને પાર કરી લેશે. આ ફિલ્મ ભારત ઉપરાંત વિદેશમાં પણ સુપર બ્લોકબસ્ટર સાબિત થઈ છે. શરૂઆતમાં તો વિદેશમાં આ ફિલ્મએ નબળી શરૂઆત કરી હતી, જોકે ત્યારબાદ આ ફિલ્મએ ઝડપ પકડી છે અને કમાણીની બાબતમાં ખૂબ જ લોકપ્રિય બની રહી છે.

naidunia_image

પુષ્પા-2 ફિલ્મના રેકોર્ડ જોખમમાં

આ ફિલ્મના પર્ફોમન્સને જોતા હવે તે પુષ્પા-2 ફિલ્મના રેકોર્ડને પણ તોડી શકે છે. આમ પુષ્પા-2નો રેકોર્ડ પણ જોખમમાં છે.આ ફિલ્મએ સમગ્ર વિશ્વમાં સતત સાતમા દિવસે આશરે રૂપિયા 100 કરોડથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. આ સાથે રામાયણને ગ્રોસ કલેક્શન રૂપિયા 981.10 કરોડ પહોંચી ગયું છે.

naidunia_image

સાત દિવસમાં રૂપિયા 100 કરોડની કમાણીને પાર કરી લીધી

આંકડાકીય માહિતી જોઈએ તો તેણે 1.3 મિલિયન ડોલરથી વધારે કમાણી કરી છે. આ સાથે વિદેશમાં કૂલ કમાણી 53 મિલિયન ડોલરને પાર થઈ ગઈ છે. અને 13 દિવસ બાદ વિશ્વભરમાં રૂપિયા 1483.10 કરોડની કમાણી કરી લીધી છે.આ ફિલ્મએ રિલીઝ થયાના પ્રથમ સાત દિવસમાં વિશ્વભરમાં રૂપિયા 100 કરોડથી વધારે કમાણી કરી હતી. આ દબદબો હજું પણ આગળ વધી રહ્યો છે. શનિવાર અને રવિવારે તો આ ફિલ્મની કમાણીએ ભારે વેગ પકડ્યો હતો.