વિદેશની ધરતી પર 'રામાયણ'નો વાગ્યો ડંકો: ઇન્ટરનેશનલ માર્કેટમાં ફિલ્મે સ્પર્શ્યો કમાણીનો જાદુઈ આંકડો

સિનેમા ઘરોમાં રિલીઝ થઈ ત્યારથી જ રામાયણ દર્શકોને ખુબ પસંદ આવી રહી છે અને બમ્પર કમાણી કરી રહી છે. મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે આ ફિલ્મનો આનંદ માણી રહ્યા છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 16 Nov 2026 03:42 PM (IST)Updated: Mon, 16 Nov 2026 03:42 PM (IST)
ramayan-movie-box-office-collection-1000-crore-overseas-collection
રામાયણ

Ramayan Movie Overseas Earnings: હાલમાં રણબીર કપૂરની ફિલ્મ રામાયણ કમાણીના એક બાદ એક રેકોર્ડ તોડી રહી છે. રામાયણ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ રેકોર્ડબ્રેક કમાણી કરી રહી છે. સિનેમા ઘરોમાં રિલીઝ થઈ ત્યારથી જ રામાયણ દર્શકોને ખુબ પસંદ આવી રહી છે અને બમ્પર કમાણી કરી રહી છે. મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે આ ફિલ્મનો આનંદ માણી રહ્યા છે.

આ ફિલ્મને શાનદાર વર્ડ ઓફ માઉથનો સાથ મળ્યો છે. લોકો થીયેટરમાંથી બહાર આવ્યા બાદ ફિલ્મની ખુબ પ્રશંસા કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર પોઝિટિવ રિવ્યૂ આપી રહ્યા છે. આજ કરાણે આ ફિલ્મે બોક્સ ઓફીલ પર ધમાલ મચાવી દીધી છે અને અત્યાર સુધીમાં ભારતમાં 1000 કરોડની બમ્પર કમાણી કરી લીધી છે. આ ઉપરાંત વિદેશમાં પણ આ ફિલ્મે મોટી કમાણી કરી છે.

વિદેશમાં રામાયણે કરી બમ્પર કમાણી

સિનેમાઘરોમાં આવ્યાના માત્ર 11 દિવસમાં જ રામાયણે વિદેશમાં ડંકો વગાડી દીધો છે. રણબીર કપૂર,સાઈ પલ્લવી અને યશ દ્વારા અભિનિત આ ફિલ્મે વિદેશમાં બોક્સ ઓફીસ પર 50 મિલિયન ડોલરની કમાણી કરી લીધી છે. જે ભારતીય ચલણ પ્રમાણે 400 કરોડથી વધુ રુપિયા થાય છે. આ કલેક્શન સાથે રામાયણે વૈશ્વિકસ્તરે મોટી ઉપલબ્ધી પ્રાપ્ત કરી છે.

નોંધનિય છે કે, છેલ્લા ઘણા સમયથી ભારત ઉપરાંત વિદેશમાં રહેતા ભારતીયો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હાલમાં વિશ્વભરમાં આ ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. દુનિયાના વિવિધ વિસ્તારોમાં રામાયણને લઈને લોકોમાં એક અનોખો જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. લોકો રામાયણના દરેક પાત્રની પ્રશંસા કરી રહ્યા છે.

આ ફિલ્મની સફળતા એ વાત ફરી સાબિત કરે છે કે, જો ફિલ્મની કહાની અને અભિનય સારો હોય તો ફિલ્મને દર્શકો તરફથી પ્રેમ મળે જ છે અને ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલી વાતો ફેન્સના હ્યદય સુધી પહોંચે છે. ભગવાન રામની કહાનીને મોટા પડદા પર જોઈને ચાહકો ખુબ આનંદ અનુભવી રહ્યા છે.

રામાયણે વિશ્વભરમાં કેટલી કમાણી કરી

જો આ ફિલ્મની વૈશ્વિક લેવલે કમાણીની વાત કરીએ તો અત્યાર સુધીમાં 11 દિવસમાં 1384 રુપિયાની કમાણી કરી લીધી છે. આ આંકડો એ સાબિત કરે છે કે આ પૌરાણીક ફિલ્મને લોકો તરફથી કેટલી પસંદ કરવામાં આવી રહી છે. ભારતની સાથે સાથે રામાયણ વિદેશમાં પણ ડંકો વગાડી રહી છે. તમને જણાવી દઈએ કે, રામાયણ બે ભાગમાં રિલીઝ થવાની છે, રામાયણનો બીજો ભાગ 2028 ની દિવાળી પર રિલીઝ કરવામાં આવશે. પહેલો ભાગ જોયા બાદ દર્શકો અત્યારથી જ બીજા ભાગની આતુરતાથી રાહ જોવા લાગ્યા છે.