Ramayan Film:રામાયણ ફિલ્મની બોક્સ ઓફિસમાં શાનદાર કમાણી, સતત 14માં દિવસે રહી સુપરહિટ

Ramayan Film:રણબીર કપૂરની ફિલ્મ રામાયણ પાર્ટ-1 બોક્સ ઓફિસ પર શાનદાર પર્ફોમન્સ કરી રહી છે. આ ફિલ્મ રિલીઝ થયાને 14 દિવસ થયા છે

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 19 Nov 2026 08:12 AM (IST)Updated: Thu, 19 Nov 2026 08:12 AM (IST)
ramayan-film-earns-impressively-at-the-box-office-remains-a-superhit-for-the-14th-consecutive-day

Ramayan Film:રણબીર કપૂરની ફિલ્મ રામાયણ પાર્ટ-1 બોક્સ ઓફિસ પર શાનદાર પર્ફોમન્સ કરી રહી છે. આ ફિલ્મ રિલીઝ થયાને 14 દિવસ થયા છે, અત્યાર સુધીમાં આ ફિલ્મએ ભારતમાં જ રૂપિયા એક હજાર કરોડનો બિઝનેસ કરી લીધો છે. સેકનિલ્કના અર્લી ટ્રેન્ડ પ્રમાણે બુધવારે આ ફિલ્મએ શાનદાર કલેક્શન કર્યું હતું.

14માં દિવસે 16 કરોડ કમાણી

શરૂઆતી આંકડા પ્રમાણે આ ફિલ્મએ 14માં દિવસે રૂપિયા 16 કરોડની કમાણી કરી છે. અલબત તે મંગળવારની તુલનામાં ઓછી છે. કારણ કે 13માં દિવસે આ ફિલ્મએ ઘરેલુ બોક્સ ઓફિસ પર રૂપિયા 28 કરોડનો બિઝનેસ કર્યો હતો, 12માં દિવસે રૂપિયા 32 કરોડનો બિઝનેસ કર્યો હતો. અત્યાર સુધીમાં આ ફિલ્મએ નેટ કલેક્શન રૂપિયા 832 કરોડ અને કૂલ કલેક્શન રૂપિયા એક હજાર કરોડને પાર કરી લીધુ છે. જે એક નવા વિક્રમ સમાન છે.

કલેક્શનનો નવો રેકોર્ડ

પ્રાથમિક માહિતી પ્રમાણે રામાયણ અત્યારે સૌથી વધારે કમાણી કરનારી બોલિવુડની ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મએ પુષ્પ-2ની હિન્દી લાઈફટાઈમ કલેક્શનનો પણ રેકોર્ડ તોડી નાંખ્યો છે. તેણે રૂપિયા 830 કરોડની કમાણી કરી હતી. ધુરંધર રૂપિયા 895 કરોડ અને ધુરંધર-2 રૂપિયા 1108 કરોડના બાદ રામાયણે કલેક્શનનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. રૂપિયા 4000 કરોડના બજેટમાં તૈયાર થયેલી આ ફિલ્મનો પ્રથમ ભાગ સિનેમાગૃહોમાં ધમાલ મચાવી રહેલ છે.

ફિલ્મ કેટલી કમાણી કરી શરૂઆતના દિવસોમાં

કૂલ કમાણીમાં રામાયણ સતત આગળ નિકળી રહી છે, પ્રથમ દિવસે રૂપિયા 64.85 કરોડ, બીજા દિવસે રૂપિયા 48.05 કરોડ, ત્રીજા દિવસે 69.80 કરોડ અને ચોથા દિવસે રૂપિયા 56.15 કરોડ, પાંચમાં દિવસે રૂપિયા 107.50 કરોડની શાનદાર કમાણી કરી હતી. હિન્દી ફિલ્મોમાં લાંબા સમય બાદ કોઈ ફિલ્મ બોક્સ ઓફીસ પર આ પ્રકારની જોરદાર કમાણી કરી રહી છે અને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.