પોસ્ટપોન થવાની અફવાઓનો અંત, 15 ઓક્ટોબરે જ રિલિઝ થશે રજનીકાંતની 'જેલર 2', મેકર્સે કરી સત્તાવાર જાહેરાત

સુપરસ્ટાર રજનીકાંતની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'જેલર 2' પાછી ઠેલાઈ હોવાની અફવાઓ પર સન પિક્ચર્સે સ્પષ્ટતા કરી છે. ફિલ્મ 15 ઓક્ટોબર 2026ના રોજ થિયેટરોમાં રિલિઝ થશે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 02 Sep 2026 11:21 PM (IST)Updated: Wed, 02 Sep 2026 11:21 PM (IST)
rajinikanths-jailer-2-confirmed-for-oct-15-release

Jailer 2 Release Date: સુપરસ્ટાર રજનીકાંતના ચાહકો માટે એક રાહતના અને આનંદના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર એવી અફવાઓ વહેતી થઈ હતી કે 'જેલર 2' (Jailer 2)નું શૂટિંગ ફરીથી થઈ રહ્યું હોવાથી ફિલ્મની રિલીઝ પાછી ઠેલવાઈ શકે છે. જોકે, નિર્માતાઓએ આ તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે અને ફિલ્મની સત્તાવાર રિલીઝ ડેટ જાહેર કરી દીધી છે.

દશેરાના તહેવારે થિયેટરોમાં ગૂંજશે થલાઈવાની દહાડ

ફિલ્મના પ્રોડક્શન હાઉસ સન પિક્ચર્સે (Sun Pictures) સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને સ્પષ્ટ કર્યું છે કે 'જેલર 2' પાછી ઠેલાઈ નથી. આ મોસ્ટ અવેટેડ ફિલ્મ 15 ઓક્ટોબરના રોજ જ સિનેમાઘરોમાં ધમાકો કરવા માટે આવી રહી છે. દશેરાના વીકેન્ડ દરમિયાન રિલીઝ થતી હોવાથી બોક્સ ઓફિસ પર આ ફિલ્મ રેકોર્ડબ્રેક ઓપનિંગ કરશે તેવી પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.

 

ટીઝર અને સોંગે વધારી દીધી ફેન્સની ઉત્સુકતા

અગાઉ જુલાઈ મહિનામાં ફિલ્મનું એક પાવર-પેક્ડ ટીઝર આઉટ કરવામાં આવ્યું હતું, જેમાં રજનીકાંત તેમના આઈકોનિક કેરેક્ટર 'ટાઈગર મુથુવેલ પાંડિયન'ના લુકમાં એક નવા અને ખતરનાક મિશન પર જતા જોવા મળ્યા હતા. ટીઝરમાં સ્ટોરી લાઈન સિક્રેટ રાખીને સસ્પેન્સ જાળવી રાખવામાં આવ્યું છે. આ સિવાય તાજેતરમાં રિલીઝ થયેલું અનિરુદ્ધ રવિચંદરનું એનર્જેટિક મ્યુઝિક ધરાવતું ગીત 'અલા બોલેલો' પણ મ્યુઝિક ચાર્ટ્સ પર ધૂમ મચાવી રહ્યું છે.

સ્ટાર કાસ્ટ અને ડિરેક્શન

નેલ્સન દિલીપકુમારના નિર્દેશનમાં બનેલી આ સિક્વલમાં રજનીકાંત અને રમ્યા કૃષ્ણન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. વર્ષ 2023માં આવેલી બ્લોકબસ્ટર ફિલ્મ 'જેલર'ની સફળતા બાદ ફેન્સ આ સીક્વલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.