Raja Shivaji Review: સોશિયલ મીડિયા પર 'રાજા શિવાજી'નો દબદબો; જાણો પબ્લિકે ફિલ્મને 'પાસ' કરી કે 'ફેલ' અને સલમાન ખાન વિશે શું કહ્યું?

ઘણા યુઝર્સે રિતેશ દેશમુખના દિગ્દર્શન અને લેખન કૌશલ્યની મુક્ત કંઠે પ્રશંસા કરી છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Fri, 01 May 2026 11:46 AM (IST)Updated: Fri, 01 May 2026 11:46 AM (IST)
raja-shivaji-review-raja-shivaji-review-public-verdict-out-hit-or-flop-salman-khan-cameo-dominates-social-media-check-latest-movie-reviews

Raja Shivaji Movie Review: મરાઠા સામ્રાજ્યના મહાન છત્રપતિ શિવાજી મહારાજના જીવન પર આધારિત બહુપ્રતિક્ષિત ફિલ્મ 'રાજા શિવાજી' આજે, 1 મે, 2026 ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. રિતેશ દેશમુખ દ્વારા દિગ્દર્શિત અને અભિનીત આ ફિલ્મને લઈને પ્રેક્ષકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફિલ્મ રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' (અગાઉ ટ્વિટર) પર રિવ્યૂઝનો પૂર આવ્યો છે, જ્યાં ચાહકો પોતાની પ્રતિક્રિયાઓ શેર કરી રહ્યા છે.

દિગ્દર્શન અને અભિનયની પ્રશંસા કરાઇ

ઘણા યુઝર્સે રિતેશ દેશમુખના દિગ્દર્શન અને લેખન કૌશલ્યની મુક્ત કંઠે પ્રશંસા કરી છે. એક યુઝરે લખ્યું કે રિતેશ દેશમુખે મરાઠા સામ્રાજ્યના સ્થાપક શિવાજી મહારાજના જીવનને અત્યંત કુશળતાપૂર્વક અને ગંભીરતાથી પડદા પર ઉતાર્યું છે. રિતેશ ઉપરાંત, ફિલ્મમાં અભિષેક બચ્ચન અને સંજય દત્તના અભિનયની પણ લોકો પ્રશંસા કરી રહ્યા છે, જેમના પાત્રોએ વાર્તામાં ઊંડાણ ઉમેર્યું છે.

naidunia_image

સંગીત અને વિઝ્યુઅલ્સ વિશે શું કહ્યું

ફિલ્મના સંગીતને લઈને પણ પ્રેક્ષકોમાં સકારાત્મક પ્રતિભાવો જોવા મળી રહ્યા છે. એક યુઝરે ફિલ્મના સંગીતને "ગ્રાન્ડ ઓર્કેસ્ટ્રા" જેવું ભવ્ય ગણાવ્યું છે. ઐતિહાસિક ફિલ્મોમાં જે રીતે સંગીત દ્રશ્યોની તીવ્રતા વધારે છે, તે જ રીતે 'રાજા શિવાજી'નું બેકગ્રાઉન્ડ મ્યુઝિક પ્રેક્ષકોને મરાઠા યુગમાં લઈ જવામાં સફળ રહ્યું છે.

naidunia_image

સલમાન ખાનનો કેમિયો જોવા મળ્યો

ફિલ્મમાં સૌથી વધુ ચર્ચા જો કોઈ વિષયની થતી હોય તો તે છે સલમાન ખાનનો કેમિયો રોલ છે. મોટાભાગના યુઝર્સે સલમાનની એન્ટ્રી અને તેના કામને 10 માંથી 10 માર્કસ આપ્યા છે. ચાહકોના મતે, સલમાનની હાજરીથી ફિલ્મમાં ચાર ચાંદ લાગી ગયા છે અને તેની સ્ક્રીન પ્રેઝન્સ શાનદાર છે. તેમજ બીજી તરફ, કેટલાક યુઝર્સે નારાજગી પણ વ્યક્ત કરી છે. એક યુઝરે લખ્યું કે સલમાનનો કેમિયો આ ગંભીર અને ઐતિહાસિક ફિલ્મના સ્વર સાથે મેળ ખાતો નથી અને અયોગ્ય લાગે છે. તેઓએ એવો પ્રશ્ન પણ ઉઠાવ્યો કે સલમાન ખાન દરેક ફિલ્મમાં કેમિયો શા માટે કરી રહ્યો છે?

6 ભાષાઓમાં રિલીઝ

'રાજા શિવાજી' ને માત્ર મરાઠી પૂરતું મર્યાદિત ન રાખતા, તેને દેશવ્યાપી બનાવવા માટે મરાઠી, હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ એમ કુલ છ ભાષાઓ માં રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મનું નિર્માણ જ્યોતિ દેશપાંડે અને જેનેલિયા ડિસોઝા દ્વારા કરવામાં આવ્યું છે.