Raja Shivaji News: અભિનેતા રિતેશ દેશમુખે મહારાષ્ટ્ર દિવસના અવસરે પોતાની મહત્વકાંક્ષી ફિલ્મ 'રાજા શિવાજી' રજૂ કરી છે. આ ફિલ્મમાં તેણે લેખક, દિગ્દર્શક અને મુખ્ય અભિનેતા એમ ત્રણેય ભૂમિકા ભજવી છે. રાજા શિવાજી ફિલ્મ લોકોને કેમ પસંદ પડી રહી છે તેના પુખ્ય પાંચ કારણો ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે. પ્રથમ દિવસે આ ફિલ્મએ 13 કરોડથી વધારેની કમાણી કરી છે.
અંદાજે 3 કલાક અને 15 મિનિટ લાંબી આ ફિલ્મ છત્રપતિ શિવાજી મહારાજની જીવનગાથા, ખાસ કરીને આદિલશાહી સામેનો તેમનો સંઘર્ષ અને અફઝલ ખાન સાથેના યુદ્ધ પર ધ્યાન કેન્દ્રિત કરે છે
આ પણ વાંચો
કેમ રાજા શિવાજી ફિલ્મ જોવી જોઈએ તેના 5 કારણો
1) છત્રપતિ શિવાજી મહારાજની પ્રેરણાદાયી વાર્તા
આપણા ઈતિહાસની વાર્તા આવે એટલે બાળકોને મજા પડી જાય. એવું આ ફિલ્મ યુવાન શિવાજીના સંઘર્ષ, હિંદવી સ્વરાજ્યના સ્વપ્ન અને લોકો માટેના તેમના પ્રેમને ભવ્ય રીતે દર્શાવે છે. આ સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય ગૌરવ વધારે છે, જેનાથી દર્શકોમાં ગર્વ અને ભાવનાત્મક જોડાણ જાગે છે. મહારાષ્ટ્ર દિવસે રિલીઝ થવાથી આ અસર વધુ મજબૂત બની છે.
2) અજય-અતુલનું અદ્ભુત સંગીત અને બેકગ્રાઉન્ડ સ્કોર
ફિલ્મનું સૌથી મોટું હાઈલાઈટ છે અજય-અતુલનું મ્યુઝિક. 'જય શિવરાય' અને અન્ય એન્થમ્સ ગુસેબમ્પ્સ આપે છે, યુદ્ધ અને ભાવનાત્મક સીન્સને ઊંચા સ્તરે લઈ જાય છે. ઘણા રિવ્યૂમાં કહેવાયું છે કે મ્યુઝિક ફિલ્મની "સોલ" છે.
3) રિતેશ દેશમુખનું કરિયર-બેસ્ટ પર્ફોર્મન્સ
અભિનેતા રિતેશનું શિવાજી મહારાજ પર ફિલ્મ બનાવવાનું સપનું લાંબા સમયથી હતું. જે આ ફિલ્મમાં દેખાઈ આવે છે. રિતેશે શિવાજી મહારાજની ભૂમિકા શક્તિ, ગૌરવ અને ભાવનાત્મક ઊંડાણ સાથે નિભાવી છે. તેમનું નિર્દેશન પણ પ્રશંસા પામ્યું છે. ભવ્ય સ્કેલ, વિઝ્યુઅલ્સ અને ઈમોશનલ ડેપ્થ માટે. ઘણા લોકો તેને તેમની કરિયરની શ્રેષ્ઠ ફિલ્મ કહે છે.
4) સ્ટાર કાસ્ટ અને પાવરફુલ સપોર્ટિંગ પર્ફોર્મન્સ
સંજય દત્ત (અફઝલ ખાન), અભિષેક બચ્ચન, વિદ્યા બાલન, ભાગ્યશ્રી, જિતેન્દ્ર જોશી વગેરેના અભિનયે ફિલ્મને મજબૂતી આપી છે. એન્સેમ્બલ કાસ્ટ અને સલમાન ખાનના કેમિયોને પણ ખૂબ પસંદ કરવામાં આવ્યા છે. સંજય દત્તને જોતા રિયલ અફઝલ ખાન લાગે.
5) ભવ્ય વિઝ્યુઅલ્સ, એક્શન અને માસ અપીલ
પ્રોડક્શન ડિઝાઈન, કોસ્ટ્યુમ્સ, યુદ્ધના સીન્સ અને ક્લાઈમેક્સ ખૂબ જ ધમાકેદાર છે. ફિલ્મમાં ઈમોશન, ડ્રામા અને માસ મોમેન્ટ્સનું સારું મિશ્રણ છે, જે થિયેટરમાં ચિયરિંગ અને અપ્લોઝ મેળવે છે. આ માટે તેને મોટા પડદે જોવા જેવી ફિલ્મ ગણવામાં આવે છે. ફિલ્મમાં કેટલાક વિસ્તાર અને પેસિંગના મુદ્દા હોવા છતાં, તેની ભવ્યતા, ભાવનાત્મક અસર અને સાંસ્કૃતિક મહત્ત્વને કારણે તે મારાઠી સિનેમાના રેકોર્ડ ઓપનિંગ સાથે સફળ થઈ રહી છે. જો તમે ઐતિહાસિક અને પેટ્રિયોટિક ફિલ્મો પસંદ કરો છો તો આ જરૂર જુઓ!
