Raja Shivaji First Poster Out: શિવાજીની જયંતિ પર રિતેશ દેશમુખની ફિલ્મ 'રાજા શિવાજી'નું દમદાર પોસ્ટર રિલીઝ

આ એક્શન-ડ્રામા ફિલ્મ આગામી 1લી મેના રોજ મરાઠી અને હિન્દી એમ બે ભાષાઓમાં રિલીઝ થશે. જેનું સંગીત અજય-અતુલએ આપ્યું છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 19 Feb 2026 06:39 PM (IST)Updated: Thu, 19 Feb 2026 06:39 PM (IST)
raja-shivaji-first-poster-out-riteish-deshmukh-looks-powerful-as-chhatrapati-shivaji-maharaj
HIGHLIGHTS
  • શિવાજીના સ્વરૂપમાં રિતેશ દેશમુખ અત્યંત પ્રભાવશાળી

Raja Shivaji First Poster Out: છત્રપતિ શિવાજી મહારાજ જયંતિના પવિત્ર અવસર પર Jio સ્ટુડિયોઝ અને મુંબઈ ફિલ્મ કંપનીએ ઐતિહાસિક ફિલ્મ ‘રાજા શિવાજી’નું પ્રથમ પાવરફૂલ પોસ્ટર રિલીઝ કર્યું છે.

આ ફિલ્મના દિગ્દર્શક અને મુખ્ય અભિનેતા રિતેશ વિલાસરાવ દેશમુખે પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. જેમાં રિતેશ દેશમુખ છત્રપતિ શિવાજી મહારાજના સ્વરૂપમાં જોવા મળે છે.

આ પોસ્ટરમાં શિવાજી મહારાજની પ્રભાવશાળી સાઇડ પ્રોફાઇલ દેખાય છે. જેમના હાથમાં તલવાર, મજબૂત ખભા અને અડગ નજર તેમની દૃઢતા દર્શાવે છે. તેમનો ગંભીર અને સંકલ્પભર્યો ચહેરો સ્વરાજ્યની સ્થાપના પહેલા આવેલી શાંતિને દર્શાવે છે.

‘રાજા શિવાજી’ એક ભવ્ય પેન-ઇન્ડિયા ફિલ્મ છે, જેને વૈશ્વિક સ્તરે ભારતીય સંસ્કૃતિના ગૌરવરૂપે રજૂ કરવામાં આવી રહી છે. આ એક મહત્વાકાંક્ષી દ્વિભાષી (મરાઠી અને હિન્દી) એક્શન-ડ્રામા ફિલ્મ છે.

આ ફિલ્મનું સંગીત પ્રખ્યાત જોડી અજય-અતુલએ આપ્યું છે અને સિનેમેટોગ્રાફી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત સંતોષ સિવાને સંભાળી છે. વિશાળ સ્તર અને ભવ્ય દ્રશ્યો સાથે ફિલ્મ એક અનોખો અનુભવ આપશે.

આ ફિલ્મ માત્ર એક રાજાની કહાની નથી, પરંતુ એક એવા પુત્રની યાત્રા છે, જેણે સંકલ્પ લીધો અને મોટી શક્તિઓ સામે ઉભા રહી સ્વરાજ્યનો માર્ગ બનાવ્યો. આ તે મહાન યોદ્ધાની ગાથા છે, જેણે ઝૂકવાને બદલે સંઘર્ષ પસંદ કર્યો અને ભારતના સ્વાભિમાનના પાયાં નાંખ્યા.

ફિલ્મના નિર્માતાઓનો ઉદ્દેશ છે કે, આ પ્રેરણાદાયક ભારતીય કહાનીને ભાષાની સીમાઓ પાર કરી વિશ્વભરના દર્શકો સુધી પહોંચાડવામાં આવે અને તેને વૈશ્વિક સ્તરે એક શ્રદ્ધાંજલિ તરીકે રજૂ કરવામાં આવે.

Jio સ્ટુડિયોઝ દ્વારા રજૂ થયેલી અને જ્યોતિ દેશપાંડે તથા જિનેલિયા દેશમુખ દ્વારા નિર્મિત મુંબઈ ફિલ્મ કંપનીના બેનર હેઠળ બનેલી ‘રાજા શિવાજી’ 1 મે 2026ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. એક વખત ફરી ઇતિહાસ જીવંત બનવા જઈ રહ્યો છે… અને એક મહાન ગર્જના સમગ્ર ભારત અને દુનિયામાં ગુંજવા તૈયાર છે!