Virat Kohli and Anushka Sharma in Vrindavan: ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને તેની પત્ની અભિનેત્રી અનુષ્કા શર્મા હાલમાં જ વૃંદાવન પહોંચ્યા હતા, જ્યાં તેમણે જાણીતા સંત પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ લીધા હતા. અક્ષય તૃતીયાના પવિત્ર અવસરે આ કપલ સવારે 6 વાગ્યે આશ્રમ પહોંચ્યું હતું અને કોઈ પણ VIP પ્રોટોકોલ કે હોબાળા વગર સામાન્ય શ્રદ્ધાળુઓની જેમ જમીન પર બેસીને લાંબા સમય સુધી સત્સંગનો આનંદ માણ્યો હતો. આ દરમિયાન બંને અત્યંત શાંત મુદ્રામાં અને એકાગ્ર ચિત્તે મહારાજની વાતો સાંભળતા જોવા મળ્યા હતા.
એરપોર્ટ પર અનુષ્કાએ વડીલના ચરણસ્પર્શ કર્યા
વૃંદાવન પહોંચતા પહેલા દિલ્હી એરપોર્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અનુષ્કા શર્મા એરપોર્ટની બહાર નીકળતા જ ત્યાં હાજર એક વ્યક્તિના પગે લાગતી જોવા મળે છે, જ્યારે પાછળ ઉભેલા વિરાટ કોહલી આ દ્રશ્ય જોઈને સ્મિત આપી રહ્યા હતા.
Look at the happiness of Virat Kohli and Anushka Sharma at the Delhi airport as they touched Maharaj Ji’s feet after returning from meeting Premanand Maharaj Ji. ❤ pic.twitter.com/VCQtPhDfWK
— Sonu (@Cricket_live247) April 20, 2026
અહેવાલો અનુસાર, તે વ્યક્તિ કાં તો અનુષ્કાના કાકા હતા અથવા આશ્રમ સાથે જોડાયેલા કોઈ સંત હતા જે તેમને લેવા આવ્યા હતા. અનુષ્કાની આ સાદગી અને સંસ્કાર જોઈને સોશિયલ મીડિયા પર લોકો તેની ભારે પ્રશંસા કરી રહ્યા છે અને તેને ભારતીય સંસ્કૃતિનું ઉત્તમ ઉદાહરણ ગણાવી રહ્યા છે.
The kind of energy Virat Kohli and Anushka Sharma bring together >> everything else#anushkasharma #viratkohli #Pinkvilla pic.twitter.com/boW5Wqu7W1
— Pinkvilla (@pinkvilla) April 19, 2026
આધ્યાત્મિક સફર અને ભક્તિ
વિરાટ અને અનુષ્કા રવિવારે મોડી સાંજે વૃંદાવન પહોંચ્યા હતા અને ત્યાંની હોટેલ રેડિસનમાં રોકાયા હતા. સોમવારે સવારે કેલીકુંજ આશ્રમમાં સંત પ્રેમાનંદ મહારાજના દર્શન કર્યા બાદ તેઓ વરાહ ઘાટ ખાતે સંત હિત ગૌરાંગી શરણ મહારાજના આશ્રમે પણ ગયા હતા. નોંધનીય છે કે આ કપલની પ્રેમાનંદ મહારાજ સાથેની આ 6ઠ્ઠી મુલાકાત છે. છેલ્લા 16 મહિનામાં તેઓ 5 વાર અહીં આવી ચૂક્યા છે. અગાઉ ફેબ્રુઆરીમાં પુત્ર અકાયના જન્મ પછી પણ તેઓ આશીર્વાદ લેવા આવ્યા હતા. આ કપલ નીમ કરોલી બાબાના આશ્રમ અને મહાકાલેશ્વર મંદિરમાં પણ અતૂટ શ્રદ્ધા ધરાવે છે.
Virat Kohli and Anushka Sharma listening to Premanand Ji Maharaj. pic.twitter.com/7o8SCAgOCF
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 20, 2026
