Paresh Rawal News: દર્શકો હવે કંટાળી ગયા છે... જાણો વેબ સીરિઝમાં ઈન્ટીમેન્ટ સીન્સ અને ગાળોને લઈને પરેશ રાવલે શું કહ્યું

પરેશ રાવલે વેબ સિરીઝમાં દર્શાવવામાં આવતા ઇન્ટિમેટ સીન વિશે વધુ વાત કરતા કહ્યું કે હવે દર્શકો આ બધું જોઈને કંટાળી ગયા છે. મેકર્સ ધ્યાન ખેંચવા માટે આ બિનજરુરી વસ્તુઓ ઉમેરે છે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Sat, 05 Jul 2025 10:42 AM (IST)Updated: Sat, 05 Jul 2025 10:42 AM (IST)
paresh-rawal-on-intimate-and-abusive-scenes-in-web-series

Paresh Rawal News: પરેશ રાવલ હમણાંથી હેરાફેરી 3 ફિલ્મને લઈને ચર્ચામાં છે. હવે પરેશ રાવલે વેબ સીરિઝમાં દર્શાવાતા ઇન્ટિમેટ સીન અને ગાળોને લઈને સવાલ ઉઠાવ્યો છે. તેમણે જણાવ્યું કે નિર્માતાઓ આ બધું ફક્ત ધ્યાન ખેંચવા માટે કરે છે, જે ખોટું છે. તેની કોઈ જરુર નથી.

દર્શકો આ બધું જોઈને કંટાળી ગયા છે...

પરેશ રાવલે વેબ સિરીઝમાં દર્શાવવામાં આવતા ઇન્ટિમેટ સીન વિશે વધુ વાત કરતા કહ્યું કે હવે દર્શકો આ બધું જોઈને કંટાળી ગયા છે. મેકર્સ ધ્યાન ખેંચવા માટે આ બિનજરુરી વસ્તુઓ ઉમેરે છે. લોકો કંટાળી ગયા છે કે દરેક બીજી કે ત્રીજી સીરિઝમાં બિનજરુરી ગાળો અને સેક્સ સીન હોય છે. જેનો કોઈ આનો વાર્તા કે સીન સાથે કોઈ સંબંધ નથી. તેમને લાગ્યું કે આના થકી દર્શકોનું ધ્યાન ખેંચી શકાય છે.

હવે સરકારે સામે આવવું પડશે...

વેબસીરિઝની ટીઆરપી વધી, પરંતુ લોકો હવે થાકી ગયા. મેકર્સ હજી આ બધું કરી રહ્યા છે ત્યારે સરકારે સામે આવવું પડે છે. તેમનું કામ છે કે સમાજની વિચારસરણીને જાળવી રાખે. લોકડાઉન દરમિયાન તે ખરાબ આદત બની ગઈ કે તમે કોઈ સીરિઝ જોઈ રહ્યા છો. અચાનક એક ઇન્ટિમેટ દ્રશ્ય આવે છે અને ઘરના બધા સભ્યો ઉભા થઈને ચાલ્યા જાય છે.