Nita Ambani Video: 61 વર્ષની ઉંમરે નીતા અંબાણીનો શાહી ઠાઠ, વેવાણના જન્મદિવસે પહેર્યો દુનિયાનો સૌથી કિંમતી દુર્લભ રત્ન

નીતા અંબાણીએ જે નેકલેસ પહેર્યો હતો તેમાં 'બ્રાઝિલિયન પરાઈબા ટુરમલાઇન'નામનું અત્યંત દુર્લભ રત્ન જડેલું હતું. આ રત્ન કોઈ સામાન્ય પથ્થર નથી, તે હીરા કરતા પણ વધુ કિંમતી છે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Thu, 25 Dec 2025 12:50 PM (IST)Updated: Thu, 25 Dec 2025 12:51 PM (IST)
nita-ambani-wore-brazilian-paraiba-tourmaline-in-shloka-ambani-mother-60th-birthday-celebration

Nita Ambani Brazilian Paraiba Tourmaline: અંબાણી પરિવારની મહિલાઓ જ્યારે પણ કોઈ કાર્યક્રમમાં હાજરી આપે છે, ત્યારે તેમના આઉટફિટ અને જ્વેલરી હંમેશા ચર્ચાનો વિષય બને છે. હાલમાં જ નીતા અંબાણી તેમની મોટી વહુ શ્લોકા મહેતાની માતા અને પોતાની વેવાણ મોના મહેતાના 60મા જન્મદિવસની ઉજવણીમાં સામેલ થયા હતા. 61 વર્ષની ઉંમરે પણ નીતા અંબાણીનો ચાર્મ અકબંધ જોવા મળ્યો હતો. રસપ્રદ વાત એ છે કે નીતા અંબાણીએ વેવાણના આ ખાસ દિવસે હીરા કરતા પણ વધુ કિંમતી રત્ન પહેર્યો હતો.

શું છે આ દુર્લભ બ્રાઝિલિયન પરાઈબા ટુરમલાઇન રત્ન

આ પ્રસંગે નીતા અંબાણીએ જે નેકલેસ પહેર્યો હતો તેમાં 'બ્રાઝિલિયન પરાઈબા ટુરમલાઇન' (Brazilian Paraiba Tourmaline) નામનું અત્યંત દુર્લભ રત્ન જડેલું હતું. આ રત્ન કોઈ સામાન્ય પથ્થર નથી, પરંતુ તે હીરા કરતા પણ વધુ કિંમતી માનવામાં આવે છે. આ રત્ન બ્રાઝિલના પરાઈબા વિસ્તારમાં આવેલી બટલહા ખાણમાંથી મળી આવે છે અને તેની શોધ સૌપ્રથમ 1989માં હેટર ડિમાસ બાર્બોસા દ્વારા કરવામાં આવી હતી. તેની અદભૂત ચમકને કારણે તે ટૂંક સમયમાં જ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત થઈ ગયું હતું.

રત્નની વિશેષતા
પરાઈબા ટુરમલાઇન તેના વિશિષ્ટ નિયોન બ્લુ અથવા વાદળી-લીલા રંગ માટે જાણીતું છે. આ રત્નમાં રહેલા તાંબા (Copper) ના સૂક્ષ્મ તત્વો તેને એક અનોખી વાદળી ચમક આપે છે, બ્રાઝિલિયન પરાઈબા ટુરમલાઇનની આ અનોખી ચમક એવી છે કે જાણે અંધારામાં કોઈ નિયોન લાઈટ ઝળહળતી હોય, જે તેને સામાન્ય રત્નોની ભીડમાં પણ સૌથી અલગ અને કિંમતી બનાવે છે. જે અન્ય કોઈ પણ રત્ન સાથે સરખાવી શકાતી નથી. આ સિવાય તેમાં મેંગેનીઝ, લોખંડ અને ક્રોમિયમ જેવા તત્વો પણ જોવા મળે છે. આ રત્ન એટલું દુર્લભ છે કે તે હાલમાં વિશ્વના સૌથી મોંઘા રત્નોની યાદીમાં સામેલ છે.

આ કિંમતી રત્ન બ્રાઝિલિયન પરાઈબા ટુરમલાઇન નીતા અંબાણીના આ નેકલેસમાં મધ્યમાં જડેલું હતું, જેની ચારે બાજુ ઝગમગતા હીરા જડવામાં આવ્યા હતા. આ લુકને પૂર્ણ કરવા માટે તેમણે ઓવલ શેપ અને કુશન-કટ હીરાના ઝુમકા (Earrings) તેમજ એક શાનદાર હીરાની વીંટી પણ પહેરી હતી. તેમના જ્વેલરી કલેક્શનમાં આ પીસ સૌથી અલગ અને સુંદર દેખાઈ રહ્યો હતો, જેણે સોશિયલ મીડિયા પર પણ લોકોનું ધ્યાન ખેંચ્યું છે.