Nita Ambani Birthday: દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી(Mukesh Ambani)ના પત્ની નીતા અંબાણી(Nita Ambani)નો આજે 62મો જન્મદિવસછે. આ પ્રસંગે તેમના સ્ટાફે તેમને આશ્ચર્યચકિત કરવામાં કોઈ કસર છોડી નથી. આ અંગેનો એક વીડિયો પણ હવે વાયરલ થઈ રહ્યો છે.
મહિલાઓએ આરતી કરી
ગુલાબી સાડીમાં જોવા મળતા નીતા અંબાણીનો એક વીડિયો અંબાણી પરિવારના ફેન પેજ, અંબાણી અપડેટ પર શેર કરવામાં આવ્યો છે. તેમની આજુબાજુ ઘણીબધી મહિલાઓ હાજર છે અને તેમના માટે આરતી કરી રહ્યાં છે.
આ દરમિયાન નીતા અંબાણી ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે અને તેમની આજુબાજુમાં રહેલી મહિલાઓ તરફથી શુભેચ્છા સ્વીકારી રહ્યા છે. તેમના સ્ટાફ પ્રત્યેનો તેમનો પ્રેમ અને સ્નેહ ભાવનાએ કરોડો લોકોના દિલ જીતી લીધા છે.
રાધિકા મર્ચન્ટના ચહેરા પર સ્મિત
આ સમય દરમિયાન નીતા અંબાણી સાથે તેમના નાના પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ પણ હતા, જે બાજુમાં ઉભા હતા. તેની સાથે આવેલા અન્ય લોકો આ ક્ષણને કેમેરામાં કેદ કરતા જોવા મળ્યા હતા. યુઝર્સ પણ આ વીડિયો પર ઉત્સાહપૂર્વક પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાકે નીતા અંબાણીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી, જ્યારે કેટલાકે તેમની દયાળુ ભાવનાની પ્રશંસા કરી હતી.
અંબાણી પરિવારની હેલોવીન પાર્ટી
આ અગાઉ અંબાણી પરિવારની હેલોવીન પાર્ટી પણ ખૂબ ચર્ચામાં રહી હતી. આ સ્ટાર્સથી ભરપૂર આ હેલોવીન પાર્ટીના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં આલિયા ભટ્ટ અને દીપિકા પાદુકોણ સહિત ઘણા બી-ટાઉન સ્ટાર્સનો સમાવેશ થાય છે. પાર્ટીમાં અંબાણી પરિવારના સભ્યોના લુક્સની પણ ખૂબ ચર્ચા થઈ હતી. નીતા અંબાણી બ્રેકફાસ્ટ એટ ટિફનીના આઇકોનિક ઓડ્રે હેપબર્ન તરીકે જોવા મળ્યા હતા. આકાશ અંબાણી અને શ્લોકા મહેતાએ ધ એડમ્સ ફેમિલીના ગોમેઝ અને મોર્ટિસિયા એડમ્સના લુક પહેર્યા હતા.
