Parineeti Chopra-Raghav Chadha First Post: પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ 24 સપ્ટેમ્બરના રોજ રાજસ્થાનના ઉદયપુરના લીલા પેલેસમાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ કપલની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. ત્યારે હવે અભિનેત્રી પરિણીતી ચોપરાએ લગ્ન બાદ પ્રથમવાર પોસ્ટ કરીને પોતાના ફેન્સ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે.
પરિણીતી ચોપરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક લેટર શેર કરતાં તેમાં લખ્યું કે, રાઘવ અને હું તમારો દિલથી આભાર વ્યક્ત કરવા માંગીએ છીએ. જે પ્રકારે બધાએ અમને પ્રેમ આપ્યો અને પોતાની શુભકામનાઓ અમને આપી, તેના માટે અમે ઘણા આભારી છે. અમને દરેક મેસેજ પર પર્સનલી રિસ્પોન્સ કરવાનો અવસર ન મળ્યો, પરંતુ અમે તમને એ જણાવવા માંગીએ છે કે, તમે જે પણ લખ્યું તેને અમે સંપૂર્ણ ખુશી સાથે વાંચ્યું છે.'
અભિનેત્રીએ આગળ પોતાનો આભાર વ્યક્ત કરતાં લખ્યું કે, 'કારણ કે હવે અમે આ નવી યાત્રા બાજુ એક-બીજા સાથે વધી રહ્યા છે, એનો અર્થ એ છે કે દુનિયા જાણે છે તે તમે બધા આમાં અમારી સાથે છો. તમારા પ્રેમ અને પ્રાર્થનાની કોઈ કિંમત નથી. તમારો દિલથી આભાર છે. લવ-પરિણીતી અને રાઘવ.'
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
