ગુજરાતી સિનેમાપ્રેમીઓ માટે મોટા સમાચાર: કૉમેડી અને મનોરંજનથી ભરપૂર ફિલ્મ 'ડમરૂ' આ દિવસે થિયેટરોમાં ગૂંજશે, ઓફિશિયલ પોસ્ટર રિલીઝ

ફિલ્મનું પોસ્ટર સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગયું છે. ગુજરાતી સિનેમાના ચાહકો કોમેન્ટ સેક્શનમાં ફિલ્મ માટે પોતાનો ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા છે. ઘણા નેટિઝન્સનું કહેવું છે કે પોસ્ટર જોતાં જ આ ફિલ્મ ફેમિલી સાથે જોવા લાયક મનોરંજક ફિલ્મ સાબિત થશે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Fri, 10 Jul 2026 10:29 AM (IST)Updated: Fri, 10 Jul 2026 10:29 AM (IST)
new-gujarati-comedy-movie-damru-official-poster-and-release-date-announced
ડમરૂ ગુજરાતી ફિલ્મ

Damru Gujarati Movie Release Date: ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી (ઢોલીવુડ)માં છેલ્લા કેટલાક સમયથી અવનવા વિષયો અને ઉત્કૃષ્ટ મનોરંજન પીરસતી ફિલ્મોનો દબદબો જોવા મળી રહ્યો છે. આ જ કડીમાં વધુ એક ધમાકેદાર ફિલ્મ ઉમેરાવા જઈ રહી છે, જેનું નામ છે 'ડમરૂ' (DAMRU). લાંબા સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે ફિલ્મ 'ડમરૂ'ની સત્તાવાર રિલીઝ ડેટ જાહેર કરી દેવામાં આવી છે. નિર્માતાઓ દ્વારા આ ફિલ્મનું એક અત્યંત આકર્ષક અને રમુજી પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કરીને ચાહકોને મોટી ભેટ આપવામાં આવી છે.

11 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે ફિલ્મ

ઓફિશિયલ જાહેરાત અનુસાર, ગુજરાતી ફિલ્મ 'ડમરૂ' આગામી 11 સપ્ટેમ્બર 2026ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે. ગૂજોત્સવ પ્રોડક્શન્સ (Gujotsav Productions) અને વ્રજ ફિલ્મ્સ (Vraj Films) ના બેનર હેઠળ પ્રસ્તુત થનારી આ ફિલ્મ એક આઉટ-એન્ડ-આઉટ કૉમેડી એન્ટરટેઇનર હોવાના સંકેતો મળી રહ્યા છે.

naidunia_image

પોસ્ટર જોઈને જ હસવું રોકવું મુશ્કેલ, જોવા મળી સ્ટાર કાસ્ટની ઝલક

રિલીઝ થયેલા ફર્સ્ટ લુક પોસ્ટરની વાત કરીએ તો, તે ખૂબ જ કલરફુલ અને વાઇબ્રન્ટ છે. પોસ્ટરમાં કલાકારો હાથમાં ડમરૂ પકડીને અનોખા અંદાજમાં પોઝ આપતા જોવા મળી રહ્યા છે. બેકગ્રાઉન્ડમાં પૈસાનો વરસાદ, કેઓસ એન્ડ કેશ અને લાફ રાયોટ જેવા મજેદાર શબ્દો લખેલા છે, જે સ્પષ્ટ કરે છે કે ફિલ્મમાં દર્શકોને પૈસાની હેરાફેરી અને તેના કારણે સર્જાતી રમુજી પરિસ્થિતિઓનો જબરદસ્ત ડોઝ મળવાનો છે. પોસ્ટર પરથી માલૂમ પડે છે કે ફિલ્મમાં કૉમેડી કિંગ્સ અને જાણીતા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, જેઓ થિયેટરમાં દર્શકોને હસાવી હસાવીને લોથપોથ કરી દેશે.

બેકહાઇન્ડ ધ સીન: પડદા પાછળની મજબૂત ટીમ

આ ફિલ્મને દિગ્દર્શક હાર્દિક જે. પરીખ (Hardik J Pareekh) દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી છે. ફિલ્મની વાર્તા અને સંવાદો ઋષિકેશ ઠક્કર અને નીરવ જોશી (Rushikesh Thakkar & Nirav Joshi) દ્વારા લખવામાં આવ્યા છે, જેઓ પોતાની અનોખી લેખનશૈલી માટે જાણીતા છે. ફિલ્મનું નિર્માણ રમેશ પ્રજાપતિ, કૃપા સોની અને સંજય સોની (Ramesh Prajapati, Krupa Soni & Sanjay Soni) દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. જ્યારે ફિલ્મનું વિતરણ રૂપમ એન્ટરટેઇનમેન્ટ (Rupam Entertainment Pvt. Ltd.) દ્વારા કરવામાં આવશે.

સોશિયલ મીડિયા પર ચાહકોનો જબરદસ્ત રિસ્પોન્સ

ફિલ્મનું પોસ્ટર સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગયું છે. ગુજરાતી સિનેમાના ચાહકો કોમેન્ટ સેક્શનમાં ફિલ્મ માટે પોતાનો ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા છે. ઘણા નેટિઝન્સનું કહેવું છે કે પોસ્ટર જોતાં જ આ ફિલ્મ ફેમિલી સાથે જોવા લાયક મનોરંજક ફિલ્મ સાબિત થશે. હવે દર્શકો આ ફિલ્મના ટીઝર અને ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો તમે પણ ગુજરાતી કૉમેડી ફિલ્મોના શોખીન હોવ, તો કેલેન્ડરમાં 11 સપ્ટેમ્બરની તારીખ નોંધી લેજો!