Neha Suthar Navratri 2026 schedule: માતાજીના આશીર્વાદ સાથે ભક્તિ, ઉત્સાહ અને ગરબાનો રંગીન ઉત્સવ નવરાત્રિ નજીક આવી રહ્યો છે ત્યારે ખેલૈયાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતની જાણીતી લોકપ્રિય ગાયિકા નેહા સુથાર (Neha Suthar) પણ નવરાત્રિ 2026 માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તાજેતરમાં જ નેહા સુથારે તેમના ચાહકો અને ગરબાપ્રેમીઓ માટે નવરાત્રિ 2026 નો સત્તાવાર ટૂર પ્રોગ્રામ જાહેર કર્યો છે.
આ વર્ષે 11 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર દરમિયાન નેહા સુથાર અમદાવાદ, મહેસાણા, વિજાપુર, હિંમતનગર અને માણસા સહિતના વિવિધ સ્થળોએ પોતાના સુરીલા અવાજથી ખેલૈયાઓને ગરબે ઘુમાવશે.
નેહા સુથાર નવરાત્રિ 2026 નું સંપૂર્ણ શેડ્યૂલ:
ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ
નેહા સુથાર પોતાના પારંપરિક અને આધુનિક ફ્યુઝન ગરબા ગાયકી માટે જાણીતા છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા પર આ શેડ્યૂલ શેર કરીને ગરબા ગ્રાઉન્ડ પર ખેલૈયાઓને મળવા માટેનો ઉત્સાહ વ્યક્ત કર્યો છે. 11 થી 20 ઓક્ટોબર સુધી ચાલનારા આ ગરબા મહોત્સવમાં હજારોની સંખ્યામાં ગરબાપ્રેમીઓ ઉપસ્થિત રહીને તેમના તાલે ઝૂમશે.
