Navratri 2026 Garba Venues: ગુજરાતીઓના સૌથી મોટા અને પ્રિય તહેવાર નવરાત્રિ 2026ની ભવ્ય ઉજવણી માટે દેશ-વિદેશમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ખેલૈયાઓને પોતાના તાલે ઝુમાવવા માટે લોકપ્રિય ગુજરાતી સિંગરો અને સંગીતકારો સુપ્રસિદ્ધ ગરબા ગ્રાઉન્ડ્સ પર પરફોર્મ કરવા સજ્જ થઈ ગયા છે. મુંબઈ, અમદાવાદ, વડોદરા, સુરત અને ગાંધીનગર જેવા મોટા શહેરોમાં કયા જાણીતા કલાકારો કયા સ્થળે સૂર રેલાવશે, તેનો સંપૂર્ણ રોડમેપ જાહેર થયો છે.
મુંબઈમાં કિંજલ દવે, ફાલ્ગુની પાઠક અને ગીતા રબારીની ધમાલ
મહારાષ્ટ્રના મુંબઈમાં ખેલૈયાઓ માટે બોરીવલી અને BKC ખાતે ભવ્ય આયોજન કરાયું છે.
- કિંજલ દવે: ‘કોરા કેન્દ્ર નવરાત્રિ 2026’માં કોરા કેન્દ્ર ગ્રાઉન્ડ-1, બોરીવલી વેસ્ટ, મુંબઈ ખાતે પરફોર્મ કરશે.
- ફાલ્ગુની પાઠક: ‘નવરાત્રિ ઉત્સવ 2026’ અંતર્ગત બાંદ્રા કુરલા કોમ્પ્લેક્સ (BKC), મુંબઈ ખાતે ગરબાની રમઝટ બોલાવશે.
- ગીતા રબારી: ‘શારદીય નવરાત્રિ 2026’ માટે કોરા કેન્દ્ર ગ્રાઉન્ડ-4, બોરીવલી વેસ્ટ, મુંબઈ ખાતે હાજરી આપશે.
- પાર્થિવ ગોહિલ: ‘રંગીલો રે 2026’માં NESCO હોલ-6, ગોરેગાંવ, મુંબઈ ખાતે પોતાના સુરીલા અવાજથી લોકોને ઝુમાવશે.
- ભૂમિ ત્રિવેદી: ‘રંગરાસ નવરાત્રિ 2026’માં બાળાસાહેબ ઠાકરે મનોરંજન ગ્રાઉન્ડ, ચીકુવાડી, બોરીવલી વેસ્ટ, મુંબઈ ખાતે પરફોર્મ કરશે.
અમદાવાદમાં આદિત્ય ગઢવી, કીર્તિદાન અને જીગરદાન ગઢવીનો જાદુ
ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં પણ દિગ્ગજ સિંગર્સના ગરબા યોજાશે.
- કીર્તિદાન ગઢવી: ‘પરંપરા ગરબા’માં ગોપાલ ફાર્મ, કલબ 07 સામે, અમદાવાદ ખાતે પરફોર્મ કરશે.
- એશ્વર્યા મજમુદાર: ‘સ્વર્ણિમ નવરાત્રિ’ માટે સ્વર્ણિમ નગરી ગરબા, મકરબા, અમદાવાદ ખાતે સૂર રેલાવશે.
- જીગરદાન ગઢવી: ‘સાચી નવરાત્રિ’માં સાયન્સ સિટી, અમદાવાદ ખાતે ખેલૈયાઓને રમાડશે.
- હરિ ઓમ ગઢવી: ‘સેક્રેડ રાસ 2026’માં સેક્રેડ રાસ ગ્રાઉન્ડ, એસજી હાઇવે, અમદાવાદ ખાતે હાજરી આપશે.
- જીગ્નેશ કવિરાજ: ‘દાંડિયા ધમાલ 2026’ માટે સેવન સ્ટાર પાર્ટી પ્લોટ, નિકોલ, અમદાવાદ ખાતે રમઝટ બોલાવશે.
- આદિત્ય ગઢવી: ‘રંગ મોરલા’ ગરબામાં સાવન્ના પાર્ટી લોન, શેલા રોડ, અમદાવાદ ખાતે પરફોર્મ કરશે.
- ઈશાની દવે: ‘શંકુઝ શેરી સર્કલ ફિચ. ઈશાની દવે’ અંતર્ગત શંકુઝ શેરી સર્કલ, અમદાવાદ ખાતે જોવા મળશે.
- અરવિંદ વેગડા: ‘એકાના ગરબા 2026’માં એકા ક્લબ, કાંકરિયા, અમદાવાદ (11 થી 14 ઓક્ટોબર) ખાતે પરફોર્મ કરશે.
- હાર્દિક દવે અને પ્રફુલ દવે: ‘નવશક્તિ નવરાત્રિ’માં સોલા ભાગવત, અમદાવાદ ખાતે ખેલૈયાઓને ઝુમાવશે.
- અધોરી મ્યુઝિક: ‘માંડવો થી સર્કલ ઓફ શક્તિ’ માટે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, જાસપુર, અમદાવાદ ખાતે પરફોર્મ કરશે.
- દિવ્યા ચૌધરી: ‘નવસત્વ નવરાત્રિ 2026’માં 9 બ્રધર પાર્ટી પ્લોટ, ઓગણજ, અમદાવાદ ખાતે હાજરી આપશે.
વડોદરા, સુરત, ગાંધીનગર અને ગાંધધામના વિશેષ આયોજનો
- અતુલ પુરોહિત: વડોદરામાં ‘યુનાઇટેડ વે ઓફ બરોડા ગરબા મહોત્સવ 2026’માં એમ. એમ. પટેલ ફાર્મ, ભાયલી (દિલ્હી પબ્લિક સ્કૂલ પાછળ), એટલાદરા, વડોદરા ખાતે ગરબાની પરંપરા જાળવશે.
- કાજલ મહેરિયા: ‘થનગનાટ નવરાત્રિ મહોત્સવ’માં સેક્ટર 6/D ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે ગરબા ગવડાવશે.
- પૂર્વા મંત્રી: સુરતમાં ‘યશ્વી નવરાત્રિ 3.0’ માટે સી.બી. પટેલ ક્રિકેટ સ્ટેડિયમ, વેસુ કેનાલ રોડ, અભવા, સુરત ખાતે પરફોર્મ કરશે.
- અરવિંદ વેગડા (ગાંધીધામ): રેડિસન હોટેલ, કંડલા, ગાંધીધામ ખાતે (15 થી 18 ઓક્ટોબર) દરમિયાન પરફોર્મ કરશે.
