‘વેલકમ’ અને ‘ગદર’ ફેમ જાણીતા અભિનેતા મુશ્તાક ખાનનું 56 વર્ષની વયે નિધન, મુંબઈની હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર

'વેલકમ' અને 'ગદર' જેવી ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા મુશ્તાક ખાનનું મુંબઈની હોસ્પિટલમાં કેન્સરની સારવાર દરમિયાન નિધન. બોલિવૂડમાં શોકની લહેર.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 24 Sep 2026 09:53 PM (IST)Updated: Thu, 24 Sep 2026 09:53 PM (IST)
mushtaq-khan-welcome-actor-dies-at-56-after-cancer-battle

Mushtaq Khan Passes Away: બોલિવૂડ જગતમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકપ્રિય અને પ્રતિભાશાળી અભિનેતા મુશ્તાક ખાનનું મુંબઈની એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થઈ ગયું છે. તેઓ લાંબા સમયથી કેન્સર જેવી ગંભીર બીમારી સામે જંગ લડી રહ્યા હતા. તેમના અવસાનના સમાચારથી સમગ્ર ફિલ્મ જગતમાં અને તેમના ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

15 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા

મળતી માહિતી મુજબ, મુશ્તાક ખાન છેલ્લા લગભગ 15 દિવસથી મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ હતા. તેઓ કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. તેમને પાંચ વર્ષ પહેલાં આ બીમારી હોવાનું નિદાન થયું હતું, પરંતુ તાજેતરમાં રોગ ફરી વકર્યો હતો, જેના પછી તેમની તબિયત સતત બગડતી ગઈ હતી. તેમની અંતિમવિધિ આવતીકાલે કરવામાં આવશે.

naidunia_image

યાદગાર ફિલ્મો અને અનોખી અભિનય શૈલી

મુશ્તાક ખાને પોતાની લાંબી અભિનય કારકિર્દીમાં અનેક શાનદાર ફિલ્મો અને ટીવી શોમાં કામ કર્યું હતું. ખાસ કરીને અનીસ બઝમીની સુપરહિટ કોમેડી ફિલ્મ ‘વેલકમ’ (Welcome) માં તેમનો અભિનય દર્શકોના દિલમાં આજે પણ જીવંત છે. આ ઉપરાંત, સની દેઓલની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ગદર: એક પ્રેમ કથા’ (Gadar: Ek Prem Katha) આ ઉપરાંત, તેઓ હેરા ફેરી, હમ હૈ રાહી પ્યાર કે, જોડી નંબર 1, અને વોન્ટેડ સહિત અન્ય ઘણી ફિલ્મોનો ભાગ રહ્યાં હતા.

તેમના ટેલિવિઝન ક્રેડિટ્સમાં કુછ રંગ પ્યાર કે ઐસે ભી, ભારત એક ખોજ, વાગલે કી દુનિયા અને નુક્કડ જેવા શોનો સમાવેશ થાય છે.તેમજ અન્ય ઘણી નાની-મોટી ફિલ્મોમાં તેમણે પોતાના દમદાર અભિનયથી અનોખી ઓળખ બનાવી હતી. તેમના પાત્રો ભલે સહાયક (સપોર્ટેડ) રહેતા, પરંતુ તેમની અંદાજ અને ડાયલોગ ડિલિવરી હંમેશા દર્શકોના ધ્યાનાકર્ષિત કરતી હતી.

naidunia_image

મુશ્તાક ખાનનો જન્મ મધ્ય પ્રદેશના બાલાઘાટ જિલ્લાના બૈહર નગરમાં એક મુસ્લિમ પરિવારમાં થયો હતો. આ અભિનેતા મુખ્યત્વે 2007ની કોમેડી ફિલ્મ 'વેલકમ'માં 'બલ્લુ'ની ભૂમિકા ભજવવા માટે જાણીતા છે. આ ફિલ્મમાં તેઓ અક્ષય કુમાર, નાના પાટેકર, અનિલ કપૂર અને પરેશ રાવલ સાથે જોવા મળ્યા હતા.

ફિલ્મ જગતમાં શોકનું મોજું

મુશ્તાક ખાનના નિધનના સમાચાર મળતા જ બોલિવૂડના દિગ્ગજ કલાકારો, દિગ્દર્શકો અને ચાહકો સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. પોતાની કોમિક ટાઈમિંગ અને ગંભીર અભિનયથી દર્શકોને હસાવનાર અને રડાવનાર આ કલાકાર હવે આપણી વચ્ચે નથી રહ્યા, પરંતુ તેમની યાદગાર ભૂમિકાઓ હંમેશા અમર રહેશે.