Halloween party Mumbai: હેલોવીન પાર્ટીમાં અંબાણી પરિવાર છવાયો, બોલિવૂડ સ્ટાર્સે પોતાના અનોખા અવતારોથી ધૂમ મચાવી

સ્ટાર-સ્ટડેડ હેલોવીન પાર્ટીમાં આવેલ બોલિવૂડ સ્ટાર્સે પોતાના અનોખા અવતારોથી ધૂમ મચાવી હતી. આ ધમાલ વચ્ચે અંબાણી લેડીઝ છવાયેલી જોવા મળી હતી.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sat, 01 Nov 2025 01:15 PM (IST)Updated: Sat, 01 Nov 2025 01:15 PM (IST)
mumbai-ambani-family-was-present-at-halloween-party-bollywood-stars-created-a-stir-with-their-unique-costumes

Halloween party Mumbai: આ વર્ષનો હેલોવીન બોલિવૂડ માટે કોઈ બ્લોકબસ્ટર ફિલ્મથી ઓછો નહોતો. ઓરીએ હેલોવીન પાર્ટીનો વીડિયો શેર કરતા જ સોશિયલ મીડિયા પર હલચલ મચી ગઇ હતી. મુંબઈમાં આયોજિત આ ગ્રાન્ડ પાર્ટીમાં બી-ટાઉનના મોટા સેલેબ્સ અને સ્ટાર સામેલ હતા. આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, અર્જુન કપૂર, આર્યન ખાન, નીતા અંબાણી, આકાશ અંબાણી અને શ્લોકા મહેતા સુધીનાઓએ પોતપોતાના અનોખા કોસ્ચ્યુમ્સથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું.

ઓરીએ વીડિયો પોસ્ટ કર્યો

ઓરીએ શેર કરેલા વીડિયોની શરૂઆત ખુદથી થાય છે, જે કરચલાના રૂપમાં જોવા મળી રહ્યો છે. તેના લાલ કોસ્ચ્યુમ અને એક્સપ્રેશન્સના સોશિયલ મીડિયા પર વખાણ થઈ રહ્યા છે. ત્યારબાદ એન્ટ્રી થાય છે નીતા અંબાણીની, જે 'બ્રેકફાસ્ટ એટ ટિફનીઝ'ની આઇકોનિક ઓડ્રે હેપબર્નના રૂપમાં જોવા મળ્યા હતા. તેમની ક્લાસિક બ્લેક ઓફ-શોલ્ડર ડ્રેસ, ડાયમંડ ટિયારા અને વિન્ટેજ હેરસ્ટાઇલથી બધા મંત્રમુગ્ધ થઇ ગયા હતા. આવેલા તમામ મહેમાનોમાં તેમની એલિગન્સ અને ગ્રેસની સૌથી વધુ ચર્ચા થઇ હતી.

સ્ટાર્સનો મેળાવડો જામ્યો

બોલિવૂડ સ્ટાર્સ આલિયા ભટ્ટે 'ટોમ્બ રેડર'ની લારા ક્રોફ્ટથી પ્રેરિત લુક પસંદ કર્યો હતો. તેને કાળી ટી-શર્ટ, શોર્ટ્સ, બેલ્ટ અને ગૂંથેલા વાળ સાથે પોતાના એક્શન અવતારથી ફેન્સને મંત્રમુગ્ધ કર્યા હતા. જ્યારે, દીપિકા પાદુકોણે તેની આવનારી ફિલ્મ 'લેડી સિંઘમ' ડ્રેસને રિપીટ કર્યો, જેનાથી તેનો એક પાવરફુલ અને દમદાર લુક જોવા મળ્યો હતો. હર હંમેશની જેમ રણવીર સિંહે પોતાની એન્ટ્રીને યાદગાર બનાવી હતી. તે પૂરા ડેડપૂલ ગેટઅપમાં જોવા મળ્યો હતો. લાલ અને કાળા કોસ્ચ્યુમમાં રણવીરનો એનર્જી-ફુલ એટીટ્યુડ પાર્ટીનું હાઇલાઇટ બની ગયો.

અંબાણી ફેમીલીનો અનોખો અંદાજ જોવા મળ્યો

આકાશ અંબાણી અને શ્લોકા મહેતાએ 'ધ એડમ્સ ફેમિલી'ના ગોમેઝ અને મોર્ટિસિયા એડમ્સનો લુક કેરી કર્યો હતો. જેનાથી તેમણે એક ક્લાસી અને થોડો ડાર્ક ટચ ઉમેર્યો હતો. સૌથી વધુ ચર્ચા આર્યન ખાનની રહી છે, જે સામાન્ય રીતે પાર્ટીથી દૂર રહેતો હતો. પરંતુ આ વખતે તેને હોલિવૂડ ફિલ્મ 'બ્રોકબેક માઉન્ટેન'ના પાત્ર જેક ગિલેનહાલની સ્ટાઇલમાં એન્ટ્રી લીધી હતી.

નીતા અંબાણીએ ખેંચ્યું બધાનું ધ્યાન ઓરીએ વીડિયોના કેપ્શનમાં પોતાના ફોલોઅર્સને પૂછ્યું કે રાતનો બેસ્ટ કોસ્ચ્યુમ કોનો રહ્યો. કોમેન્ટ સેક્શનમાં સ્ટાર્સની પ્રતિક્રિયાઓનો ધોધ વહી ગયો. અનન્યા પાંડેએ લખ્યું, "નીતા આંટી જીતી ગયા!" જ્યારે ખુશી કપૂર અને જાહ્નવી કપૂર બંનેએ નીતા અંબાણીને રાતની મહારાણી ગણાવી. એક ફેને લખ્યું, 'આ 2025ની સૌથી શાનદાર રીલ હતી.'