Juhi Chawla Net Worth 2025: જો તમને પૂછવામાં આવે કે, બોલિવૂડની ટોચની અભિનેત્રી કોણ છે, તો તમારો જવાબ દીપિકા પાદુકોણ કે આલિયા ભટ્ટ હોઈ શકે. તમે કદાચ વિચારતા હશો કે, આમાંથી જ કોઈ અભિનેત્રી ભારતની સૌથી ધનિક હશે, પરંતુ હકીકત કંઈક અલગ છે. ત્યારે આજે અમે તમને બોલિવૂડની સૌથી ધનિક અભિનેત્રીનું નામ જણાવવા જઈ રહ્યા છે. જેની કુલ સંપત્તિ 4600 કરોડ રૂપિયા છે.
હુરુન રિચ લિસ્ટ 2024 અનુસાર, ભારતની સૌથી ધનિક અભિનેત્રી જુહી ચાવલા (Juhi Chawla) છે, જેની કુલ સંપત્તિ 4600 કરોડ રૂપિયા છે. આ મામલે, તેણીએ ઐશ્વર્યા રાય બચ્ચનને પણ પાછળ છોડી દીધી છે. જુહી ચાવલાએ શાહરૂખ ખાન સાથે અનેક હિટ ફિલ્મો આપી છે અને શાહરૂખ ખાન સાથે મળીને ફિલ્મ પ્રોડ્યૂસ પણ કરી છે.
જુહી ચાવલા નેટવર્થ
જુહી ચાવલા બોલિવૂડમાં લાંબા સમય સુધી સક્રિય રહી હતી, પરંતુ હાલ ફિલ્મોથી દૂર છે. જો કે, અભિનેત્રીએ અનેક ક્ષેત્રોમાં મોટાં રોકાણ કર્યા છે અને પોતાનું પ્રોડક્શન હાઉસ પણ ચલાવે છે, જેનાથી તેણી દર વર્ષે કરોડો રૂપિયાની કમાણી કરે છે. રિયલ એસ્ટેટમાં પણ જુહીએ નોંધપાત્ર રોકાણ કર્યું છે.
જુહી ચાવલા કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ની સહ-માલિક છે, જે તેણે શાહરૂખ ખાન સાથે મળીને 2007 માં 623 કરોડ રૂપિયામાં ખરીદી હતી. ફોર્બ્સના આંકડા મુજબ, KKR નું વર્તમાન મૂલ્યાંકન આશરે $1.1 બિલિયન (લગભગ 9,139 કરોડ રૂપિયા) છે.
જુહી ચાવલા શાહરૂખ ખાનની મનોરંજન અને નિર્માણ કંપની રેડ ચિલીઝ ગ્રુપની સહ-સ્થાપક પણ છે. ઉપરાંત, તેણીનો સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડમાં નોંધપાત્ર હિસ્સો છે, જે તેના પતિના મહેતા ગ્રુપનો ભાગ છે.
રિયલ એસ્ટેટ, રેસ્ટોરન્ટ અને લક્ઝરી પ્રોપર્ટીમાં મોટાં રોકાણ કરીને, જુહી ચાવલાએ પોતાની સંપત્તિમાં આકર્ષક વૃદ્ધિ કરી છે, જેના કારણે તે આજે ભારતની સૌથી ધનિક અભિનેત્રી છે.
જુહી ચાવલા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ
જુહી ચાવલા મેગી, પેપ્સી, કુરકુરે, રૂહ અફઝા, કેલોગ્સ, ઇમામી બોરોપ્લસ અને કેશ કિંગ આયુર્વેદિક ઓઇલ જેવી પ્રખ્યાત બ્રાન્ડ્સની જાહેરાતો કરી છે.
જુહી ચાવલાનું વૈભવી ઘર અને કાર કલેક્શન
જુહી ચાવલા મુંબઈના સૌથી મોંઘા વિસ્તારોમાંના એક મલબાર હિલ્સમાં એક વૈભવી ઘરની માલિક છે. આ ઘર ઘણા માળ અને આકર્ષક ઇન્ટિરિયર સાથે સુંદર રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. અભિનેત્રી પાસે બે લક્ઝરી રેસ્ટોરન્ટ ગુસ્તોસો (ઇટાલિયન) અને રુ ડુ લિબાન (લેબનીઝ) છે. જુહી અને જય મહેતાનો પોરબંદરમાં એક હેરિટેજ બંગલો પણ છે.
જુહી ચાવલાના લક્ઝરી કાર કલેક્શનની વાત કરીએ તો, તેણી પાસે એસ્ટન માર્ટિન રેપિડ (રૂ. 3.3 કરોડ), બીએમડબ્લ્યુ 7-સિરીઝ (રૂ. 1.8 કરોડ), મર્સિડીઝ-બેન્ઝ એસ-ક્લાસ (રૂ. 1.7 કરોડ), જગુઆર એક્સજે (રૂ. 1.2 કરોડ) અને પોર્શ કેયેન (રૂ. 1.36-2 કરોડ)નો સમાવેશ થાય છે.
