Manasi Parekh: નેશનલ એવોર્ડ હાથમાં લેતા રડી પડી માનસી પારેખ, જુઓ ભાવુક કરી દેતો વીડિયો

માનસી પારેખને ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે. નેશનલ એવોર્ડ હાથમાં લેતા તેમના આંખો ભીની થઈ હતી.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Wed, 09 Oct 2024 10:31 AM (IST)Updated: Wed, 09 Oct 2024 10:31 AM (IST)
manasi-parekh-gets-emotional-receives-best-actress-national-award

National Film Award 2024, Manasi Parekh: નવી દિલ્હી વિજ્ઞાન ભવન ખાતે 70 મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાયો હતો. આ દરમિયાન ભારતીય સિનેમાની પ્રખ્યાત હસ્તીઓનું સિનેમામાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે સન્માન કરવામાં આવ્યું હતું. માનસી પારેખને ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો.

નેશનલ એવોર્ડ હાથમાં લેતા માનસી પારેખ ભાવુક થઈ

માનસી જ્યારે એવોર્ડ લેવા સ્ટેજ પર ગઈ ત્યારે તે એટલી ભાવુક થઈ ગઈ કે તે પોતાના આસું રોકી શકી ન હતી. આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમને સાંત્વના આપતા જોવા મળ્યા હતા. જે વીડિયોમાં જોઈ શકાય છે.

વિરલ શાહ દ્વારા નિર્દેશિત કચ્છ એક્સપ્રેસમાં માનસી પારેખ સહિત રત્ના પાઠક શાહ, ધર્મેન્દ્ર ગોહિલ, દર્શિલ સફારી અને વિરાફ પટેલ પણ મુખ્ય ભૂમિકામાં છે.