Malaika Arora Enrique Concert: પ્રખ્યાત પોપ સિંગર એનરીક ઈગ્લેસિયસ 13 વર્ષ પછી ભારત પાછા ફર્યા છે અને તેમણે મુંબઈમાં એક જબરદસ્ત કોન્સર્ટનું આયોજન કર્યું હતું. આ કોન્સર્ટમાં અનેક ભારતીય ચાહકોની સાથે ઘણા બોલિવૂડ સ્ટાર્સ પણ સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળ્યા હતા. આ શોમાં મલાઈકા અરોરા પણ પહોંચી હતી. જેના અનેક વીડિયો વાયરલ થયા છે, તેમાંથી એક વીડિયોમાં તે એક મિસ્ટ્રી બોય સાથે નજરે પડી છે.
મિસ્ટ્રી મેન સાથે દેખાઈ મલાઈકા અરોરા
મલાઈકા અરોરાના જે વીડિયો સામે આવ્યો છે, તેમાં મલાઈકા અરોરા એક અજાણ્યા યુવક સાથે ઊભેલી જોવા મળી રહી છે. યુવક મલાઈકાની બાજુમાં ઊભો છે અને તેણે સફેદ રંગનો મેચિંગ શર્ટ પહેર્યો છે. વીડિયોમાં આગળ જોવા મળે છે કે મલાઈકા તે યુવકના કાનોમાં કંઈક ગુસપુસ વાતો કરતી પણ નજરે પડે છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાની સાથે જ લોકોની નજર તે અજાણ્યા યુવક પર પડી હતી. લોકો કોમેન્ટ બોક્સમાં વિવિધ પ્રકારની ટિપ્પણીઓ કરવા લાગ્યા હતા. એક યુઝરે કોમેન્ટ કરી કે જે પણ હોય… તે ખૂબ જ હેન્ડસમ છે. જ્યારે અન્ય એક યુઝરે તે યુવકને ક્યૂટ કહ્યો હતો. અમુક યુઝર્સની એવી પણ સલાહ હતી કે આ મિસ્ટ્રી બોય અર્જુન કપૂર કરતાં પણ વધુ હેન્ડસમ છે.
અર્જુન કપૂર સાથે બ્રેકઅપ
મલાઈકા અરોરાની અંગત જિંદગીની વાત કરીએ તો, તેમણે વર્ષ 1998માં અભિનેતા અને નિર્માતા અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા. 19 વર્ષના લગ્નજીવન બાદ 2017માં તેમના છૂટાછેડા થઈ ગયા હતા. તેમને અરહાન ખાન નામનો એક પુત્ર છે. અરબાઝ ખાનથી અલગ થયા પછી મલાઈકા અર્જુન કપૂર સાથે રિલેશનશિપમાં હતી, પરંતુ થોડા વર્ષો પછી તેમનું પણ બ્રેકઅપ થઈ ગયું હતું.
