Malaika Arora Honey Singh: બોલિવૂડની એક્ટ્રેસ અને ડાન્સર મલાઈકા અરોરા હંમેશા કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. 52 વર્ષની ઉંમરે પણ મલાઈકા પોતાની હોટનેસથી સોશિયલ મીડિયા પર આગ લગાવે છે. હાલમાં મલાઈકા રેપર યો યો હની સિંહ સાથેના તેના નવા મ્યુઝિક વીડિયોને 'ચિલગમ'ને લઈને ચર્ચામાં છે.
હની સિંહ સાથે મ્યુઝિક વીડિયોમાં જોવા મળશે મલાઈકા અરોરા
મલાઈકા અરોરા અને હની સિંહના નવા મ્યુઝિક વીડિયો 'ચિલગમ'નું ટીઝર થોડા દિવસો પહેલા રિલીઝ કરવામાં આવ્યું હતું. ટીઝર રિલીઝ થતાં જ મલાઈકા અરોરા તેના ડાન્સ મૂવ્સને કારણે ટ્રોલર્સના નિશાના પર આવી ગઈ છે. લોકો તેના મૂવ્સને 'અશ્લીલ' ગણાવીને તેની ટીકા કરી રહ્યા છે.
ડાન્સ મૂવ્સને કારણે થઈ ટ્રોલ
ટીઝરની શરૂઆતમાં મલાઈકા ચ્યુઇંગ ગમ મોંમાં ચાવતી અને તેનો બલૂન ફૂલાવતી જોવા મળે છે. આ પછી તે બાઇક પર સૂતેલી પણ દેખાય છે. જોકે, જે દ્રશ્યને લઈને સૌથી વધુ વિવાદ થયો છે, તેમાં મલાઈકા પોતાની જીભ બહાર કાઢીને હની સિંહની બાજુમાં ઊભી રહીને પોતાની કમરને ખૂબ જ વિચિત્ર રીતે હલાવતી જોવા મળી રહી છે. આ વિડિયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
મલાઈકા અરોરા અને હની સિંહના આ વીડિયો પર નેટિઝન્સે આકરા પ્રતિભાવો આપ્યા છે અને તેને 'અજીબ' અને 'શરમજનક' ગણાવ્યો છે. એક યુઝરે કોમેન્ટ કરી કે આવું એટલા માટે છે કારણ કે તે તેને બરાબર કરી શકતી નથી અને તેથી તે અશ્લીલ લાગે છે.
